તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th September 2025
કૌટુંબીક મામાએ સગીરાનું અપહરણ કરી સુરત પંથકમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ
વિરપુર પોલીસે અપર્હત સગીરાને શોધી કાઢી દુષ્કર્મ ગુજારનાર કૌટુંબીક મામા અને મદદગારી કરનાર તેની પત્નીને કોસંબાથી ઝડપી લીધા

તસ્વીરમાં વચ્ચે પકડાયેલ કૌટુંબીક મામો અને તેની પત્ની સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે
રાજકોટ, તા. ૧૧: વિરપુર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર કૌટુંબીક મામા અને તેને મદદગારી કરનાર પત્નીને વિરપુર પોલીસે સુરતના કોસંબા વિસ્તારમાંથી દબોચી લઇ અપર્હુત સગીરાને મુકત કરાવી હતી. પોલીસે પકડાયેલ કૌટુંબીક મામા સામે દુષ્કર્મની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધીક્ષક જેતપુર વિભાગ રોહિતસિંહ ડોડીયા અપહરણ થયેલ બાળકી ને શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે વિરપુર પો.સ્ટે. માં ફરિયાદીની દીકરી ઉ.વ. ૧૪ આરોપી સામાન લેવાનું કહી ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી ફોસલાવી લઇ હોવાની ફરીયાદ થતા વિરપુર પોલીસે આરોપીઓ તથા ભોગ બનનાર ને ટેક્રિકલ તથા હ્યૂમન સોર્સ ના માધ્યમથી સુરત ગ્રામ્ય જિલ્લા ના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તાર ના કીમ ચોકડી વિસ્તાર માથી શોધી કાઢી ભોગ બનનાર તથા આરોપીઓ (૧) નરેશ ઉર્ફે રાજુ કાળુભાઇ પાટડીયા ઉ.વ.૨૮ રહે.કમર કોટડા મફતીયા પરામાં તા.ગોંડલ તથા તેની પત્ની (૨) મમતાબેન વા/ઓ નરેશભાઇ ઉર્ફે રાજુ કાળુભાઇ પાટડીયા ને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં સામે દુષ્કર્મની કલમને ઉમેરો કરી કાર્યવાહી કરી હતી.
આ કામગીરી વિરપુરના પોલીસ ઇન્સપેકટર એસ.જી. રાઠોડ, એએસઆઇ નેહાબેન જોટાણીયા, યુએચસી ધમેન્દ્રભાઇ ચાવડા, યુએચસી વિજયભાઈ ગોહેલ, યુએચસી કૌશિકભાઈ ચાચાપરા, એએચસી મથુરભાઈ વાસાણી, યુએચસી ભરતસિંહ રાઠોડ, તથા ડ્રા. એએસઆઇ જગદીશભાઇ વાઘમસી સહિતના સ્ટાફે કરી હતી.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
