News of Thursday, 11th September 2025
જૂનાગઢ આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે કાર્યવાહી: હોસ્ટેલનાં સંચાલક, માલિક સામે આખરે ગુનો દાખલ
હોસ્ટેલનાં સંચાલક રાજા દાના ઝાલા અને માલિક જી.પી. કાઠી સામે ગુનો નોંધાયો: સરકાર તરફથી સી ડિવિઝનનાં PI વત્સલ સાવજ ફરિયાદી બન્યા

જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવા મામલે મોટા સમાચાર આવ્યા છે. પોલીસે આલ્ફા સ્કૂલની હોસ્ટેલનાં સંચાલક, માલિક સામે ગુનો દાખલ કર્યો છે. મંજૂરી વિના હોસ્ટેલ ભાડે આવી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી સી ડિવિઝનનાં PI વત્સલ સાવજ ફરિયાદી બન્યા છે.
જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને હોસ્ટેલનાં જ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર મારવાની ઘટનામાં આખરે મોટી કાર્યવાહી થઈ છે. માહિતી અનુસાર, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનાં સંચાલક રાજા દાના ઝાલા અને માલિક જી.પી. કાઠી સામે ગુનો નોંધાયો છે. પોલીસને જાણ કર્યા વગર અને મંજૂર વિના હોસ્ટેલ ભાડે આપવાથી જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. સાથે જ 30 દિવસ CCTV નું બેકઅપ ન રાખવા બદલ પણ કાર્યવાહી કરાઈ રહી છે.
માહિતી પ્રમાણે, સરકાર તરફે સી ડિવિઝનનાં (C Division Police) પીઆઈ વત્સલ સાવજ ફરિયાદી બન્યા છે. વિદ્યાર્થીને માર મારવાનાં ગંભીર બનાવની પોલીસને જાણ ન કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ દ્વારા આ બંને ગુના હેઠળ કાર્યવાહીની તજવીજ શરૂ કરાઈ છે. જણાવી દઈએ કે, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની (Alpha International School) હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવાનાં વીડિયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા, જે બાદ વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. શાળા પ્રશાસન સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ વાલીઓએ ઉચ્ચારી છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
