<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

જામનગરમાં રેઝાંગલા માટી કળશ યાત્રા પહોંચતા આહીર સમાજ દ્વાર વાજતે ગાજતે સ્વાગત

આહીર સમાજના 114 સપૂતોની ચીની સૈનિકો સામેની લડાઈની યશ ગાથા ઠેર ઠેર પહોંચાડવા પ્રયાસ: યાત્રા દરમ્યાન આહિર રેજીમેન્ટની માંગ પણ કરા

જામનગરમાં રેઝાંગલા માટી કળશ યાત્રા ગુરુવારે બપોરે  3.30 વાગ્યે પહોંચી હતી. સોહમનગર આહીર સમાજ ખાતે રેઝાંગલા માટી કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં આહીર સમાજ દ્વારા વાજતે ગાજતે યાત્રાનું સ્વાગત કરાયું હતું. આ યાત્રા દરમિયાન આહીર સમાજના 114 સપૂતોની ચીની સૈનિકો સામેની લડાઈની યશ ગાથા ઠેર ઠેર પહોંચાડવા પ્રયાસ કરાય રહ્યો છે. યાત્રા દરમ્યાન આહિર રેજીમેન્ટ ની માંગ પણ કરાઈ છે. આ યાત્રા દરમ્યાન પૂર્વ સાંસદ વિક્રમ માડમ, આહીર સમાજ જામનગરના પ્રમુખ રણમલભાઈ કાંબરિયા, ગિરીશ ડેર, દિલીપ આહીર સહિતના આહીર સમાજના અગ્રણીઓ ઘોડે સવાર થઇને માટી કળશ સાથે જોડાયા હતા. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(11:54 PM IST)