<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

મોરબી : પાણીનો જાહેરમાં નિકાલ કરનાર જીઆઈડીસી પાસે 175 દુકાનો સાથેનું આખું મિડવે એમ્પાયર બિલ્ડીંગ સિલ કરતી મહાપાલિકા.

બિલ્ડીંગમાં બેઝમેન્ટમાં ભરાયેલા પાણીનો શનાળા રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપર નિકાલ કરાતા કડક કાર્યવાહી.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી મહાપાલિકા દ્વારા ગઈકાલે જીઆઇડીસી પાસેનું મિડવે એમ્પાયર બિલ્ડીંગ સિલ મારી દેવામાં આવ્યું છે. આ બિલ્ડીંગમાંથી નિયમ વિરૂદ્ધ પાણીનો જાહેર જગ્યામાં નિકાલ કરવામાં આવતો હોવાનું જણાવી મહાપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં શનાળા રોડ ઉપર જીઆઈડીસી પાસે આવેલ મિડવે એમ્પાયર બિલ્ડીંગ જે 4 માળનું છે. અહીં અંદાજે 175 જેટલી ઓફિસો અને દુકાનો આવેલી છે. આ આખું બિલ્ડીંગ આજે મહાપાલિકા દ્વારા સિલ મારવામાં આવ્યું છે. આ વેળાએ દુકાનદારો બહાર નીકળવા તૈયાર ન હોય પોલીસને પણ બોલાવવામાં આવી હતી.
    આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ બિલ્ડીંગ દ્વારા ડ્રેનેજનો જાહેરના નિકાલ કરવામાં આવતો હતો. કન્યા છાત્રાલય તથા શનાળા રોડ ઉપર પાણીનો નિકાલ કરવામાં આવતા સામાન્ય લોકોને હાલાકી પડી રહી હતી. જેથી અગાઉ આ બિલ્ડીંગને નોટિસો આપવામાં આવી હતી. આજરોજ આ બિલ્ડીંગને સિલ મારવામાં આવ્યું છે.

(12:21 AM IST)