News of Friday, 12th September 2025
મોરબીના રંગપર નજીક કારમાં દારૂ સાથે એક ઝડપાયો
પોલીસે દારૂ અને કાર સહીત ૫ લાખથી વધુનો મુદામાલ ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રંગપર ગામ નજીક ગાડીમાંથી દારૂની ૦૩ બોટલ સાથે એક શખ્શ ઝડપાયો છે પોલીસે દારૂ અને કાર સહીત ૫ લાખથી વધુનો મુદામાલ ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી કાર જીજે ૩૬ એપી ૪૫૩૭ શંકાસ્પદ લાગતા ગાડીનું ચેકિંગ હાથ ધર્યું હતું ગાડીમાંથી દારૂની ૦૩ બોટલ કીમત રૂ ૩૯૦૦ મળી આવતા પોલીસે દારૂ અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૫,૦૩,૯૦૦ નો મુદામાલ કબજે લીધો હતો આરોપી ગજાનંદ ભરત મહંતો (ઉ.વ.૩૦) (રહે રંગપર ગામ મૂળ બિહાર વાળા ) ને ઝડપી લઈને પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
