તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
ભુજ"એ"ડીવીઝન પી.આઈ.એ. એમ. પટેલની પ્રશંસનીય કામગીરી બદલ સન્માન કરાયું
વિવિધ તહેવારો સહીત ઈદ નિમિતે પ્રશંસનીય કામગીરી બદલ સહકાર સેવા મંડળ દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : ભુજ શહેર ખાતે "એ" ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એ. એમ. પટેલ દ્વારા વિવિધ તહેવારો સહીત ઈદ નિમિતે પ્રશંસનીય કામગીરી બદલ સહકાર સેવા મંડળ દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર આઈ. સમેજા તેમજ ઉપપ્રમુખ માલશર્શીભાઈ માતંગ, મહામંત્રી વારીસ પટ્ટણી, સંગઠનમંત્રી સલીમભાઈ મોગલ તેમજ પીર સલીમ બાપુ ચિસ્તી અતાયે ખ્વાજા ગરીબ નવાજ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારી, કચ્છ જિલ્લા ભા.જ.૫.લઘુમતી મોરચાના પ્રમુખ આમદભાઈ જત, અઝીઝઅલી અનવરઅલી કોઠારી સહીતનાઓ દ્વારા તમામ વિવિધ તહેવારોને અનુલક્ષી અને ઈદની પ્રશંસનીય કામગીરી તેમજ બંદોબસ્ત બાબતે સન્માન કરવામાં આવ્યું હતું તેવું માલશીભાઈ માતંગની યાદીમાં જણાવાયું છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
