<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

જેતપુરની ૧૬ વર્ષની બાળાને જંગલેશ્વરના ઇમરાને ઇન્‍સ્‍ટાગ્રામથી ફસાવીઃ અપહરણ કરી બળાત્‍કાર

બાળા ધર્મના માનેલા ભાઇની દિકરીની સંભાળ માટે રાજકોટ ઝનાના હોસ્‍પિટલમાં આવી હોઇ અહિથી બે વખત ઇમરાને લઇ જઇ દેહ પીંખ્‍યોઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી : પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ રાણા અને ટીમે ઇમરાનને પકડી લીધો

રાજકોટ તા. ૧૨: સોશિયલ મિડીયા મારફત સગીરાઓને ફસાવી દૂષ્‍કર્મ આચરવાના બનાવોમાં વધુ એકનો ઉમેરો થયો છે. શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં રહેતાં ઇમરાન નામના વિધર્મી શખ્‍સે જેતપુરની બાળાને ઇન્‍સ્‍ટાગ્રામથી ફ્રેન્‍ડ બનાવી પછી તેની સાથે દૂર્ષ્‍મ આચરી લીધુ હતું. સગીરા તેના માનેલા ભાઇની પુત્રીની સંભાળ માટે રાજકોટ ઝનાના હોસ્‍પિટલમાં રોકાઇ હોઇ ત્‍યાંથી તેનું અપહરણ કરી લઇ જઇ બે દિવસમાં બે વખત તેના પર બળાત્‍કાર ગુજારાયો હતો. એ-ડિવીઝન પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

જાણવા મળ્‍યા મુજબ પોલીસે સોળ વર્ષની સગીરાની ફરિયાદ પરથી જંગલેશ્વરમાં રહેતાં ઇમરાન અસગરભાઇ કાદરી (ઉ.વ.૨૨) વિરૂધ્‍ધ અપહરણ, દૂષ્‍કર્મ, પોક્‍સો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્‍યું હતું કે જેતપુરમાં રહેતી સોળ વર્ષની બાળાનો રાજકોટના ઇમરાને ઇન્‍સ્‍ટાગ્રામથી સંપર્ક કર્યો હતો અને મિત્રતા બાંધી હતી. બાદમાં તેણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આ પછી તાજેતરમાં આ સગીરા તેના ધર્મના ભાઇની દિકરી બિમાર પડી હોઇ તેની દેખરેખ માટે રાજકોટ ઝનાના હોસ્‍પિટલમાં આવી હતી. તે તેના ભાભી સાથે અહિ રોકાઇ હતી.

આ વખતે ઇમરાનને આની જાણ થતાં તે ઝનાના હોસ્‍પિટલ પાસેથી સગીરાને સ્‍કૂટરમાં બેસાડી અપહરણ કરી જંગલેશ્વર વિસ્‍તારમાં લઇ ગયો હતો. જ્‍યાં તેણીની સાથે બળાત્‍કાર ગુજાર્યો હતો અને ફરીથી ઝનાના હોસ્‍પિટલ પાસે મુકીને જતો રહ્યો હતો. આવી રીતે તેણે બીજી વખત પણ કર્યુ હતું. તરૂણી ઘરે ગયા બાદ તે ફોનમાં ઇમરાન સાથે વાત કરતી હોઇ માતા જોઇ જતાં તેણીએ સમગ્ર હકિકત જણાવી હતી. આથી પરિવારજનો ચોંકી ગયા હતાં. ઇન્‍સ્‍ટાગ્રામ થકી દિકરીને રાજકોટના વિધર્મીએ ફસાવી દેહ પીંખી લીધાની જાણ થતાં પરિવારજનો રાજકોટ એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. પીઆઇ બી. વી. બોરીસાગરે તત્‍કાળ ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ એસ. એમ. રાણા અને ડી. સ્‍ટાફની ટીમે ઝડપી લઇ કડક કાર્યવાહી કરી હતી. આરોપી કુંવારો છે અને વાહન સીઝીંગનું કામ કરે છે. 

(7:22 PM IST)