<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

સુરેન્‍દ્રનગરમાં મૈયતમાંથી પરત જઇ રહેલા રમઝાનભાઇનું પડી જતાં મોત

પૂલ પાસેથી ઇજાગ્રસ્‍ત મળ્‍યા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૨: સુરેન્‍દ્રનગરના લક્ષ્મીપરા-૧માં રહેતાં રમઝાનભાઇ અબુભાઇ સંધી (ઉ.વ.૩૯) ગત તા. ૬ના રોજ સુરેન્‍દ્રનગરના મોરબીના પૂલ પાસેથી ઇજાગ્રસ્‍ત મળતાં સુરેન્‍દ્રનગર સારવાર અપાવી  રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે મૃત્‍યુ થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર રમઝાનભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં અને કડીયા કામની મજૂરી કરતાં હતાં. સગાનું અવસાન થયું હોઇ તેમની મૈયતમાં જઇને ત્‍યાંથી પગપાળા ઘરે જઇ રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં પડી જતાં ઇજા થયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં સુરેન્‍દ્રનગર પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૬)

(11:24 AM IST)