<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

પૂ. ઇન્‍દ્રભારતીબાપુના સેવક પિયુષભાઇ ભટ્ટ (ભટ્ટજી)નું અવસાન

પૂ. ઇન્‍દ્રભારતીબાપુ દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણઃ રાજકોટમાં અંતિમયાત્રામાં અનેક લોકો જોડાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :.. શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ પરિવાર સાથે વર્ષોથી નિષ્‍ઠા પૂર્વક જોડાયેલ. પૂ. ઇન્‍દ્રભારતીબાપુના ખાસ સેવક પિયુષભાઇ હરિલાલ ભટ્ટ (ભટ્ટજી)નું તા. ૧૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.

પિયુષભાઇના પાર્થિવદેહને પૂ. ઇન્‍દ્રભારતીબાપુ જસકુભાઇ ડાંગર, લખનભાઇ ઓડેદરા સહિતનાએ પુષ્‍પાંજલી અર્પણ કરી હતી. તેમની અંતિમ યાત્રા રાજકોટ સ્‍થિત તેમના નિવાસ સ્‍થાન ભૂપેન્‍દ્રભાઇ ભટ્ટ એમ-૧૪૮ સરિતા વિહાર સોસાયટી પ્રેમ મંદિરથી આગળ રૂડા, ર-પહેલા નિકળેલ જેમાં અનેક લોકો જોડાય અને શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા હતાં.

ઉપરોકત તસ્‍વીરમાં ભટ્ટજીના પાર્થિવ દેહને પુષ્‍પાંજલી આપી અંતિમ વિદાય આપતા પૂ. ઇન્‍દ્રભારતીબાપુ તથા સેવક પરિવાર નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) 

(11:29 AM IST)