News of Friday, 12th September 2025
ટંકારાના વાછકપરમાં જેસીબી ઓપરેટર જયદિપ પર હુમલો
જેસીબીનું પાનુ બીજાના શેઢાને અડી જતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૨: ટંકારાના વાછકપર ગામે રહેતાં જયદિપ દિલીપભાઇ વઢુકીયા (ઉ.વ.૨૧) પર સાંજે ગામમાં હતો ત્યારે હમીર, જય, જેન્તીએ લાકડીથી હુમલો કરી માર મારતાં ટંકારા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.
જયદિપે જણાવ્યું હતું કે હું જેસીબી ઓપરેટર તરીકે કામ કરુ છું. ગામમાં એક કામ મળ્યું હોઇ ત્યાં જેસીબી હંકારતો હતો ત્યારે હુમલો કરનારના ખેતરના શેઢાને જેસીબીનું પાનુ અડી જતાં બોલાચાલી કરી હુમલો કર્યો હતો.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
