<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

કોટડાસાંગાણીના પીપલાણા ગામે માતાએ પતાવી દિધેલ બાળકીનો મૃતદેહ કબ્રસ્‍તાનમાંથી કઢાયો

રાજકોટ તા. ૧ર :.. કોટડાસાંગાણીના પીપલાણા ગામે પુત્રની લ્‍હાયમાં માતાએ માસુમ પુત્રીને પતાવી દિધાના બનાવમાં પોલીસે દફનાવી દેવાયેલ બાળાનો મૃતદેહ કબ્રસ્‍તાનમાંથી કાઢી ફોરેન્‍સીક પી. એમ. માટે રાજકોટ હોસ્‍પીટલે ખસેડેલ છે.

મળતી વિગતો મુજબ કોટડાસાંગાણીના પીપલાણા ગામે મુસ્‍કાબેન સાજીદભાઇ કાયાણીએ તેની માસુમ પુત્રી આયેશા (ઉ.વ.ર માસ)ને પાણીના ટાંકમાં નાંખી ડૂબાડી દઇ મોતને ઘાટ ઉતારી દિધી હતી. આરોપી મુસ્‍કાબેનને સંતાનમાં પ્રથમ પુત્રીનો જન્‍મ થયો હતો અને બીજા સંતાનમાં પુત્ર જોતો હતો પરંતુ પુત્રના બદલે બીજી પુત્રી આયેશાનો જન્‍મ થતા તેને પાણીના ટાંકામાં નાખી પતાવી દિધાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું.

આ અંગે કોટડાસાંગાણી પોલીસે પતિ સાજીદ કાયાણીની ફરીયાદ ઉપરથી પત્‍ની મુસ્‍કાબેન સામે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે મામલતદારની હાજરીમાં બાળાનો દફનાવી દેવાયેલ. મૃતદેહ કબ્રસ્‍તાનમાંથી બહાર કાઢી ફોરેન્‍સીક પી. એમ. માટે રાજકોટ ખસેડેલ છે.

માસુમ બાળાની હત્‍યા કરનાર માતાને આજે કોર્ટમાં રજૂ કરાનાર છે. વધુ તપાસ મહિલા પી. આઇ. એન. એમ. રાઠોડ તથા રાઇટર રાજદીપસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે. 

(11:35 AM IST)