<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

કચ્‍છમાં ૨.૯ની તિવ્રતાનો ભૂકંપ

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા.૧૨: કચ્‍છમાં આંચકાઓનો સિલસિલો જારી રહ્યો છે. આજે પૂર્વ કચ્‍છના રાપર પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્‍મોલોજી કચેરીમાં નોંધાયા પ્રમાણે રાપર થી ૧૩ કિમી દૂર સાઉથ વેસ્‍ટ માં ૨.૯ નો આંચકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે ૬.૧૫ મિનિટ આવ્‍યો આ આંચકો નોંધાયો હતો. આથી અગાઉ પૂર્વ કચ્‍છના સરહદી વિસ્‍તાર ધોળાવીરાથી પヘમિ કચ્‍છના સરહદી વિસ્‍તાર ખાવડા પાસેના રણમાં તેમ જ ભચાઉથી અંજાર વચ્‍ચે આવેલા ચોબારી ગામથી દુધઈ ગામ વચ્‍ચે પણ ભૂકંપના આંચકા નોધાઈ ચૂકયા છે

(12:00 PM IST)