તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 12th September 2025
નવરાત્રીના ગરબાના તાલે નૈઋત્ય ચોમાસું વિદાય લેશે : હવામાન નિષ્ણાંત ભાડજા
અકિલા માધ્યમથી એપ્રિલ મહિનામાં આખા વર્ષનો વર્તારો આપ્યો હતો જે ‘એઝ - ઈટિઝ' રહ્યો

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા : ગુજરાતમાં ચોમાસાની વિદાયની તૈયારીઓ વચ્ચે હવામાન નિષ્ણાંત કિશોર ભાડજાએ તેમની તાજેતરની આગાહીમાં જણાવ્યું છે કે નવરાત્રીના ગરબાના તાલે નૈઋત્ય ચોમાસું ધીમે ધીમે વિદાય લેશે. સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ શનિવારે બપોરે ૩:૪૨ વાગ્યે પ્રવેશ કરશે. આ સમયે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હશે, જેનું વાહન શિયાળ છે. ત્યારબાદ, સૂર્ય હસ્ત નક્ષત્રમાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ શનિવારે સવારે ૭:૦૮ વાગ્યે પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હશે અને તેનું વાહન મોર છે. આ નક્ષત્રોના આધારે તેઓ માને છે કે ચોમાસાનો અંતિમ રાઉન્ડ બાકી છે, જે ગુજરાતમાં વરસાદના વધુ એક તબક્કાને લાવશે.
આગાહી અનુસાર, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર (જેને ‘ઓતરા અધૂરા' તરીકે ઓળખવામાં આવે છે)માં ૧૪થી ૧૯ સપ્ટેમ્બર સુધી છુટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વરસાદને 'ગૈઢો મેઘ' તરીકે ઓળખાય છે, કારણ કે એક ગામમાં વરસાદ પડે તો બાજુના ગામમાં ન પડે એટલે ત્યારબાદ, ૨૦થી ૨૭ સપ્ટેમ્બર વચ્ચે મોટા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનો અંતિમ રાઉન્ડ આવશે, જેમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આશંકા છે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવનનું જોર રહેશે, જેનાથી વરસાદની તીવ્રતા વધશે.
આ અંતિમ વરસાદી તબક્કા પછી, નવરાત્રી દરમિયાન (જે ૨૨ સપ્ટેમ્બરથી શરૂ થાય છે) ઘણા વિસ્તારોમાં 'ધબધબાટી' જેવા ભારે વરસાદની સંભાવના છે, જે ગરબાના તાલ સાથે જોડાઈને ઓણુકુ ચોમાસું વિદાયને વરશે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
