News of Friday, 12th September 2025
ચોમાસાની વિદાય સત્તર સપ્ટેમ્બરથી કે થોડી મોડી?
‘સ્કાયમેટ' અનુસાર ચોમાસાની વિદાય સત્તરમી પછી થવા સંભવ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. નેઋત્યનું ચોમાસુ હવે વિદાય લેવા પર છે. ત્યારે હવામાન વિભાગ ર૦રપ નું ચોમાસુ સત્તરમાં સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર પヘમિથી વિદાય થવાનું શરૂ કરશે તેમ જણાવે છે. જયારે સ્કાયમેટના સુપ્રીમો શ્રી શર્મા તેઓના અભિપ્રાય મુજબ ૧૭ સપ્ટેમ્બર બાદ અર્થાત થોડુ મોડુ નૈઋત્વનું ચોમાસુ રાજસ્થાન અને ગુજરાતથી વિદાય લેવાનું શરૂ કરશે.શ્રી શર્મા હાલ બંગાલની ખાડીમાં ઉદ્્ભવેલી સિસ્ટમથી રાજસ્થાન - ગુજરાતના અમુક ભાગો સુધી મધ્યમ વરસાદી માહોલ બનવાની સંભાવના ને પગલે ચોમાસાની વિદાયમાં બે-ત્રણ દિવસનો વિલંબ થવાનું કારણ વર્ણવે છે. ચોમાસાની વિદાયના પરીબળો પૈકી રાજસ્થાન આસપાસ એન્ટી સાયકલોનની પ્રક્રિયાના પ્રારંભ સાથે શુષ્ક ઉત્તર પヘમિ પવનો રાજસ્થાન અને ગુજરાત સહિત અન્ય રાજયોમાં ધીરે ધીરે પગ પેસારો વધારે છે. બાદમાં દબાતા પગલે શિયાળાનું આગમન પણ થતુ હોય છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
