<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

અમરેલી જીલ્લામાં ૨૮ જગ્‍યાએ દરોડાઃ ૩ મહિલા સહિત રર ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૨: અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા ૨૮ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી ત્રણ મહિલા સહિત ૨૨ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

જેમાં વિડયા, ડુંગર, નાગેશ્રી, બગસરા, પીપાવાવ મરીન, વંડા, અમરેલી તાલુકા, રાજુલા, બાબરા, ધારી,જાફરાબાદ ટાઉન, ખાંભા, જાફરબાદ મરીન, સાવરકુંડલા રૂરલ, લીલીયા, દામનગર, લાઠી, અમરેલી સીટી પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જયારે જીલ્લામાં ચાર વાહન ચાલકો સહિત ૨૬ શખ્‍સોને નશો કરી રાજાપાઠમાં નીકળતા ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં બાબરા, ખાંભા, લીલીયા, સાવરકુંડલા ટાઉન, વિડયા, ચલાલા, જાફરાબાદ ટાઉન, દામનગર, ધારી, અમરેલી સીટી પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સગીરાનું અપહરણ

અમરેલી, ધારી તાલુકાના ગોવિંદપુર ગામે રહેતી સગીરાને ગામનો ધવલ રમેશભાઈ સતાસીયા નામનો શખ્‍સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના કે  બદઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયાની સગીરાના પિતાએ ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આપઘાત

અમરેલી બટારવાડી ચાંદની ચોક શ્‍યામ બેકરીવાળી ગલીમાં રહેતા સાજીદભાઈ કાદરભાઈ લોહીયા ઉ.વ.૪૬ પોતાના દિકરા રેહાનને સાથે જમાડવો હોય.જે સુઈ ગયેલ હોય. તેને ઉઠાડેલ નહી. જેથી પોતાને મનમાં લાગી આવતા ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પીજતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું  નહસીનાબેન સાજીદભાઈ લોહીયાએ અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ છે

(1:08 PM IST)