<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

જૂનાગઢમા વિવિધ માંગણીઓને લઈને ૭૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા :આજે હડતાલનો ત્રીજો દિવસ

મહાનગર પાલિકા દ્વારા જુદી જુદી બે એજન્સી અને કાયમી સફાઈ કામદારોને નોટિસ પાઠવી ફરજ પર હાજર થવા આદેશ

જુનાગઢ તા.૧૨ : જૂનાગઢ શહેરમાં સફાઈ કર્મચારીઓ હડતાલ ઉતર્યા છે આજે સફાઈ કર્મચારીઓની હડતાલ નો ત્રીજો દિવસ છે ત્યારે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જમ્યા છે જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા જુદી જુદી બે એજન્સી અને કાયમી સફાઈ કામદારોને નોટિસ પાઠવી ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે.

 

જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 700 જેટલા સફાઈ કર્મચારીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ છે વિવિધ માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે જેને લઈને શહેરમાં સફાઈ કામગીરી ઠપ થઈ છે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ જમ્યા છે જેને લઈને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે જેને લઈને લોકો મહાનગરપાલિકા પાસે માંગ કરી રહ્યા છે કે તુરંત જ સફાઈ કામગીરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા તો સફાઈ કર્મચારીઓની માંગણીઓ સંતોષવામાં આવે જેને લઈને ગંદકીના ગંજ દૂર થાય તેમ છે.

 

મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કર્મચારી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવી રહેલા સફાઈ કર્મચારીઓ એ મુખ્ય ત્રણ માંગણીઓને લઈને હડતાલ કરી છે જેમાં કાયમી સફાઈ કર્મચારીઓ ની સ્વેચ્છિક નિવૃત્તિ બાદ પરિવારમાંથી કોઈને ફરજ પર લેવામાં આવે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને સખીમંડળની બહેનોને ફિક્સ માં સામેલ કરવામાં આવે તેવી માંગ છે જેને લઈને મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ખુલાસો કરાયો હતો કે જે માંગણીઓ યોગ્ય હતી તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે પરંતુ આ તમામ જે અન્ય માંગો છે તે નીતિવિષયકની છે જ્યારે હડતાલને લઈને શહેરમાં સફાઈ નો અભાવ જોવા મળ્યો છે જેને લઇ ડોર ટુ ડોર કામગીરી કરતી એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને કાયમી ફિક્સ અને રોજમદાર સફાઈ કર્મચારીઓને પણ નોટિસ આપીને ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા વાહનમાં ગઈકાલે તોડફોડ કરવામાં આવી હતી જેને લઇ પોલીસ પ્રોટેક્શન સાથે હવેની કામગીરી આજથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.

(4:32 PM IST)