News of Friday, 12th September 2025
કચ્છના મુન્દ્રાના ભોરારા ગામે કરુણાંતિકા સર્જાઈ : નર્મદા કેનાલમાં ત્રણ બાળકો અને માતા ડૂબ્યા :ત્રણ બાળકોના મોત : અરેરાટી
માતાને બચાવી લેવાઈ, માતા અને તેના ત્રણ બાળકો પડી જતા અકસ્માત સર્જાયો: વિસ્તારમાં વસતા સોઢા પરિવારમાં અરેરાટી

કચ્છના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે કરુણાંતિકા સર્જાઈ છે ભોરારા નર્મદા કેનાલમાં વધુ એક વખત ચાર જણા ડૂબ્યા: મુન્દ્રા તાલુકાના ભોરારા નર્મદા કેનાલમાં અકસ્માતે માતા અને તેના ત્રણ બાળકો પડી જતા અકસ્માત સર્જાયો હતો: આ વિસ્તારમાં વસતા સોઢા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે
સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ફાઈટર ની ટીમ તેમજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને બચાવ કામગીરી આરંભી હતી જેના કારણે માતાને બચાવી લેવાય છે
કચ્છના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે કરુણાંતિકા સર્જાઈ છે ભોરારા નર્મદા કેનાલ માતા અને ત્રણ બાળકો સહિત ચાર જણા ડૂબ્યા હતા. સ્થાનિકે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનાની જાણ થતા સ્થાનિકોની મદદે પહોંચ્યા હતા. જેમાં માતાનો આબાદ બચાવ થયો છે,
સ્થાનિક તરવૈયાઓની મદદથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ બે બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં હતભાગી એવી માતાનું નામ સૂરજબા બહાદુરસિંહ સોઢા છે. બાળકોમાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા, રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા, યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા નામના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ]
મુન્દ્રા શહેરમાં અરેરાટો ફેલાવી દેનાર આ ઘટનાથી તાલુકાના સોઢા કેમ્પમાં વસવાટ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પોલીસ પણ તત્કાલીક ઘટના સ્થળે પહોંચી આ દુઃખદ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. જો કે હાલ તો સ્થાનિક તંત્ર અને ફાયરની મદદથી બંન્ને બાળકોનાં મૃતદેહ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છેત્રણે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. મૃતક બાળકોમાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૧૨), રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૮) અને યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉ.વ. ૫)નો સમાવેશ થાય છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ મુંદરા સહિત સમગ્ર કચ્છમાં ભારે અરેરાટી સર્જી દીધી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
