તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
ભાગેડું લગ્ન મામલે કાયદો લાવવા જસદણમાં ક્રાંતિ રેલી યોજાઇ
પાટીદાર શૈક્ષણિક ભવન ખાતેથી યોજાયેલ ક્રાંતિ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા;કાયદો લાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયુ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૩: ભાગેડું લગ્નના મામલે માતા-પિતાની સંમતિ,પોતાના વિસ્તારમાં જ લગ્ન નોંધણી ફરજિયાત કરવા મામલે કાયદો લાવવા ગઈકાલે જસદણ ખાતે ક્રાંતિ રેલી યોજાઇ હતી અને પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું હતું.
ભાગેડું લગ્ન મામલે માતાપ્રપિતાની સંમતિ,પ્રેમ લગ્ન નોંધણી ૪૫ દિવસ પહેલા માતા પિતાને નોટિસ દ્વારા જાણ કરવી,પોતાના વિસ્તારમાં જ ફરજિયાત પ્રેમ લગ્નની નોંધણી કરવી,સટ્ટા ખોરી અને વ્યાજખોરિ જેવા મુદ્દાઓને લઈ ગઈકાલે જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવનથી ક્રાંતિ રેલી યોજાઇ હતી જે રેલી પ્રાંત કચેરી ખાતે જઈ આ બાબતે કાયદો લાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાસના આગેવાન,જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના આગેવાન અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાની આગેવાની હેઠળ નીકળેલ આ રેલીમાં પાસના આગેવાન વરુણ પટેલ,મનોજ પનારા સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બેનરો સાથે જોડાયા હતા.(૨૩.૧૭)
દિનેશ બાંભણીયાના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે : સોનલબેન વસાણી
દિનેશ બાંભણિયા ભાગેડું લગ્ન બાબતે જસદણમાં ક્રાંતિ રેલી યોજે છે બીજી તરફ પોતાના મળતીયાઓ પ્રેમ લગ્ન કરે ત્યારે તેમને છાવરે છે
(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૩: ભાગેડું લગ્ન મામલે પાસના આગેવાન દિનેશ બામણીયાની આગેવાની હેઠળ જસદણમાં યોજાયેલ ક્રાંતિ રેલી સમયે દિનેશ બાંભણિયાના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોવાનો આક્ષેપ લોહાણા સમાજના લડાયક મહિલા અગ્રણી સોનલબેન વસાણીએ કરતા ખળભળાટ મચી ગયો છે. જસદણના એક whatsapp ગ્રુપમાં આ રેલીની આમંત્રણ પત્રિકાને લાઈક કરી સોનલબેન વસાણી દ્વારા કોમેન્ટ કરવામાં આવી છે કે જસદણની એક દીકરીને ભગાડવામાં દિનેશ બાંભણિયાની પૂરેપૂરી સંડોવણી હતી.દીકરીને ૧૮ વર્ષ પુરા થયા એની ઉજવણી કરી અને બીજા જ દિવસે જસદણ પાસના એક યુવા કાર્યકરે દિનેશ બાંભણિયાના સહકારથી આ દીકરીને ભગાડી જવામાં આવી અને સાસણ ગીરમાં દિનેશ બાંભણિયાએ આશરો અપાવી ઘણા સમય સુધી માતાપ્રપિતાથી અને જસદણ થી આ દિકરીને દૂર રાખી હતી.
આમ છતાં વિધાતાના લેખ હશે એવું માની બંને પરિવારો આગળ વધ્યા હતા પરંતુ આ બંનેનો ઘર સંસાર સરખો નથી ચાલતો સોનલબેન વસાણીએ કોમેન્ટમાં વધુમાં જણાવ્યું છે કે આ દીકરીની અને એના પરિવારની દિનેશ બાંભણિયા ને હાય લાગી જશે.તેમણે આક્ષેપ કર્યો હતો કે ગઈકાલની આ રેલીમાં દિનેશ બાંભણિયાએ જુદા જુદા સમાજનું સમર્થન મેળવ્યું છે ત્યારે જસદણની જ લોહાણા સમાજનુ સમર્થન કેમ ન મેળવ્યુ તેવો સવાલ કરી સોનલબેન કહ્યું છે કે જસદણની લોહાણા સમાજની આ દીકરીને ભગાડવામાં પોતાનો જ હાથ હોવાથી લોહાણા સમાજનું કયાંથી સમર્થન મેળવે.(૨૩.૧૭)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
