News of Saturday, 13th September 2025
દિનેશ બાંંભણીયાના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે:સોનલબેન વસાણી
દિનેશ બાંભણિયા ભાગેડું લગ્ન બાબતે જસદણમાં ક્રાંતિ રેલી યોજે છે બીજી તરફ પોતાના મળતીયાઓ પ્રેમ લગ્ન કરે ત્યારે તેમને છાવરે છે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.13 ભાગેડું લગ્ન મામલે પાસના આગેવાન દિનેશ બામણીયાની આગેવાની હેઠળ જસદણમાં યોજાયેલ ક્રાંતિ રેલી સમયે દિનેશ બાંભણિયાના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોવાનો આક્ષેપ લોહાણા સમાજના લડાયક મહિલા અગ્રણી સોનલબેન વસાણીએ કરતા ખળભળાટ મચી ગયો છે.
જસદણના એક whatsapp ગ્રુપમાં આ રેલીની આમંત્રણ પત્રિકાને લાઈક કરી સોનલબેન વસાણી દ્વારા કોમેન્ટ કરવામાં આવી છે કે જસદણની એક લોહાણા સમાજની દીકરીને ભગાડવામાં દિનેશ બાંભણિયાની પૂરેપૂરી સંડોવણી હતી.
દીકરીને 18 વર્ષ પુરા થયા એની ઉજવણી કરી અને બીજા જ દિવસે જસદણ પાસના એક યુવા કાર્યકરે દિનેશ બાંભણિયાના સહકારથી આ દીકરીને ભગાડી જવામાં આવી અને સાસણ ગીરમાં દિનેશ બાંભણિયાએ આશરો અપાવી ઘણા સમય સુધી માતા-પિતાથી અને જસદણ થી આ દિકરીને દૂર રાખી હતી.
આમ છતાં વિધાતાના લેખ હશે એવું માની બંને પરિવારો આગળ વધ્યા હતા પરંતુ આ બંનેનો ઘર સંસાર સરખો નથી ચાલતો સોનલબેન વસાણીએ કોમેન્ટમાં વધુમાં જણાવ્યું છે કે આ દીકરીની અને એના પરિવારની દિનેશ બાંભણિયા ને હાય લાગી જશે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે ગઈકાલની આ રેલીમાં દિનેશ બાંભણિયાએ જુદા જુદા સમાજનું સમર્થન મેળવ્યું છે ત્યારે જસદણની જ લોહાણા સમાજનુ સમર્થન કેમ ન મેળવ્યુ તેવો સવાલ કરી સોનલબેન કહ્યું છે કે જસદણની લોહાણા સમાજની આ દીકરીને ભગાડવામાં પોતાનો જ હાથ હોવાથી લોહાણા સમાજનું ક્યાંથી સમર્થન મેળવે.
આ બાબતે સોનલબેને દિનેશ બાંભણિયા સામે જાહેરમાં આક્ષેપ કરતા ભારે ચર્ચા જઞાવી છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
