તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
ચોટીલાના મોરસલ ગામે રેતી ખનન સાથે ધમધમતા વોશ પ્લાન્ટ ઉપર દરોડા
૧૬ ટ્રેક્ટર ટ્રોલી, ૫ ડમ્પર, જેસીબી, લોડર સહિત ૭ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૩: ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણાને નાની મોરસલ પ્રાથમિક શાળા આસપાસના વિસ્તારમાં ગે. કા. રેતી ખનન સાથે અનેક ગેર કાયદેસર વોશ પ્લાન્ટ સાથે રેતીનો કારોબાર ધમધમતો હોવાની માહિતી મળેલ હતી.
પ્રાંત અધિકારી તથા તેમની ટીમે ખાનગી વાહનોમાં મોરસલ ભોગાવો નદી વિસ્તારમાં સ્થળ ઉપર ત્રાટકી દરોડો પાડતા અફડાતફડી સાથે નાસભાગ મચી ગયેલ હતી અને સ્થળ ઉપર થી અન અધિકળત વિજ જોડાણ સાથે ધમધમતા રેતી વોશ પ્લાન્ટ અને રેતી ખનન અને પરિવહન કરતા ૧૬ ટ્રેક્ટર, ૫ ડમ્પરો, જેસીબી, લોડર જેવા વાહનો સાથે વોશ પ્લાન્ટ મશીનરી સહિત ૭.૨૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસનો ધમધમાટ હાથ ધરેલ છે.
અધધ કહી શકાય તેવા રેતી ખનન ઉપર સૌથી મોટી રકમનો મુદ્દામાલ જપ્ત થતા પંથકમાં ચકચાર જગાવી છે. સમગ્ર ગે. કા ખનન કારોબાર આચરનાર ભવાન લખુંભાઇ શિયાળીયા અને ભરત પી. લીંબાળીયા દ્વારા ચલાવવામાં આવતો હોવાની જાણ કારી મળતા તેઓની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા વાહનોનાં કાફલો જોતા જિલ્લા પોલીસ વડા પણ તપાસ ચલાવે તેમ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ગે. કા. ખનીજ કારોબાર પાછળ ખનીજ ધંધાર્થીઓનું મજબૂત શોશ્યલ નેટવર્ક તેમજ અધિકારી અને કચેરી ઉપર સતત વોચ રાખતી ટૂકડીઓ અને પાયલોટીંગ ટીમ ને ભેદીને પ્રાંત અધિકારી ખાનગી વાહનમાં ધમધમતા ગે. કા ખનન સાથેના કારોબાર ઉપર ત્રાટકીને દરોડાને સફળતા આપી હતી.(તસવીરઃ હેમલ શાહ)
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
