News of Saturday, 13th September 2025
શાપર-વેરાવળમાં ૧.૪૦ કરોડની જમીનમાં કબ્જો કરી ઝુંપડાઓ ખડકી દેનાર ૫ સામે લેન્ડગ્રેબીંગ
રાજકોટના ઓમકારસિંહ જાડેજાની ફરીયાદ અન્વયે પુનાવાલા અને તેના ૪ ભાઇઓ સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા.૧૩: શાપર-વેરાવળમાં આવેલી રાજકોટના ખેડૂતની કરોડોની કિંમતી જમીન પર પાંચ શખ્સોએ કબ્જો કરી પોતાના રહેણાંક માટે ઝુપડાઓ બનાવી લઇ જમીન પચાવી પાડવાની શાપર પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ શાપર-વેરાવળ હાલ રાજકોટ મવડઠી રોડ પર નવલનગર શેરી નં. ૫ માં રહેતા ઓમકારસિંહ હરીચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૫) એ શાપર-વેરાવળ પોલીસ મથકમાં પુના રવસુર ઉર્ફે નકા વાલા અને રાણા રવસુર ઉર્ફે નકા વાલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયુ છે કે ખેડૂત ઓમકારસિંહની માલીકીની વેરાવળ ગામ સર્વેનંબર ૧૦૫/૧ પૈકીની બે ખાતા નંબર ૭૫૪ની આશરે ૫૦૦૦ ચો.મી. ઓૈધોગિક હેતુ માટેની બીન ખેતી કરેલી જમીન જેની અંદાજે જંત્રી મુજબ કિંમત રૂા.૧.૪૦ કરોડ ગણાય તે જમીનમાં આ પાંચેય શખ્સોએ કબ્જે કરી બળજબરીથી પચાવી પાડી ઝુપડાઓ બનાવી લીધા હતા. આ અંગે શાપર (વે.) પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગોંડલના ડીવાયએસપી કે.જી. ઝાલાએ તપાસ હાથધરી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
