તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 13th September 2025
ભાણવડ પંથકમાં ૧૦ વર્ષમાં ભૂકંપનાં ૮૦ હળવા આંચકા આવ્યા
લોકોને ભય ન રાખવા સાવચેત રહેવા તંત્રની અપીલ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૩: દેવભૂમી દ્વારકા જિલ્લા ભાણવડમાં ચારેક દિવસથી નજીકે તા. ૧૦/૧ર કિ.મી.ના વિસ્તારોમાં રોજ ભૂકંપના આંચકા અનુભવાતા હોય લોકોમાં ગતરાત તથા વારંવાર શું થયું ? ના પ્રશ્નો અને રજુઆતો થતી હોય દ્વારકા જિલ્લા કલેકટશ્રી રાજેશ તન્ના દ્વારા આ બાતે સ્તષ્ટતા કરાઇ હતી.
દ્વારકાના ભાણવડ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન તથા તેના પછી છેલ્લા દસ વર્ષમાં ૮૦ આંચકા સિસ્મોલોજી વિભાગના રેકર્ડ પર નોંધાયા છે. હાલ જે આંચકા આવે છે તે હળવા હોય ચિંતા ના કરવા જણાવાયું હતું. લાંબો સમય આંચકા આવે કે વધુ તીવ્રતા વાળા આંચકા આવે તો જોખમી હોય હાલ ડીમીસ્ટર મેનેજમેન્ટ દ્વારા સોશ્યલ મીડીયામાં તથા લોકોને પણ સાવચેત રહેવા જણાવાયું હોય લોકોને ભય ના રાખવા તથા સાવચેત રહેવા અપીલ કરી હતી.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
