News of Saturday, 13th September 2025
ભાયાવદરમાં પટેલ યુવાનની હત્યાના પ્રયાસમાં રાજકોટના બે સહિત ત્રણ શખ્સો પકડાયા
ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણીમાં અમિતકુમાર મારસાણોયા ઉપર રાજકોટના અજયસિંહ સહિતનાઓએ પાઇપથી જીવલેણ હુમલો કર્યો'તો

રાજકોટ તા. ૧૩ :.. ભાયાવદરમાં પટેલ યુવાનની હત્યાનો પ્રયાસ કરનાર રાજકોટના બે સહિત ત્રણ શખ્સોને ભાયાવદર પોલીસે દબોચી લીધા હતાં.
મળતી વિગતો મુજબ ભાયાવદરમાં રહેતા અમીતકુમાર ઉર્ફે કાલી દિલીપભાઇ મોરસાણીએ આરોપી રાજકોટના અજયસિંહ પહેલા હાથ ઉછીના આપેલ રૂપિયા પાછા માંગતા તમામ આરોપી ઓ પોતાની ફોરવ્હીલ ગાડીમા છરી તથા લોખંડના સળીયા જેવા હથિયારો લઇ ફરીયાદીના ઘર પાસે આવી ફરીને મારી નાખવાના ઇરાદા સાથે ફરીયાદીને મુંઢ તથા લોહીયાળ તથા ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર , રાજકોટ ગ્રામ્ય, રધોરાજી વિભાગ ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક સશ્રી સીમરન ભારદ્રાજ એ તમામ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમો ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.સી પરમારના તથા ટીમે ગણતરીના કલાકોમા ગુનામા ઉપયોગમા લીધેલ હોન્ડાસીટી કાર તથા છરી તથા લોખંડના પાઇપ સાથે
આરોપીઓ અજયસિંહ ઉર્ફે રીસ્કી ભાણુ કનુભા ઉર્ફે કનકસિંહ જાડેજા રહે, હાલ.રાજકોટ રેલ નગર ગંગોત્રી પાર્ક મુળ રહે,વાનાવડ તા.ભાણવડ
(૨) રાજકુમાર ઉર્ફે રાહુલ અશોકભાઈ મેરાણી રહે, ભાયાવદર મતવા શેરી માતાજીના મઢ પાસે તા.ઉપલેટા તથા
(૩) પ્રિયજીતસિંહ જયદેવસિંહ ચુડાસમા રહે,હાલ રાજકોટ કાલાવડ રોડ,પુષ્કરધામ રોડ કેવલમ રેસીડન્સી શેરી નં ૧ બ્લોક નં.૮૬ મુળ રહે, કોઠડીયા તા. ધંધુકા જી.ને ઝડપી લેવાયા હતાં.
પકડાયેલ અજયસિંહ ઉર્ફે રીસ્કી સામે રાજકોટમાં અગાઉ આર્મ્સ એકટ તથા જૂગારના બે કેસો નોંધાયા છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
