<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

કચ્‍છમાં ‘નો રોડ નો ટોલ' આંદોલનને કોંગ્રેસનું સમર્થનઃ ઉચ્‍ચકક્ષાએ રજુઆત

ગાંધીધામ ચેમ્‍બર્સ તથા પરિવહન સંગઠનોના આંદોલન મુદ્દે રજુઆત : કચ્‍છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૩: કચ્‍છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલે જણાવ્‍યું છે કે કચ્‍છ જીલ્લાનો પરિવહન-પ્રવાસન અને યાત્રાધામોના કારણે સ્‍વયંભુ વિકાસ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં કચ્‍છના રાષ્‍ટ્રીય તથા રાજ્‍ય ધોરી માર્ગો ભ્રષ્ટાચારના પરિણામે તદન ખખડધજ બની ગયેલ છે. અગાઉ પરિવહન સંગઠનો એ મોખા ટોલનાકા મધ્‍યે કરેલ આંદોલન બાદ પણ સરકારે માર્ગ સુધારણા તથા ટોલ માફીની બાબતને ગંભીરતાથી લીધી નથી.

કેન્‍દ્ર તથા રાજ્‍યમાં ડબલ એન્‍જિનની સરકારની અણઆવડતના ભોગે જાહેરમાર્ગો તૂટી ગયા છે. રસ્‍તાઓમાં અવારનવાર જીવલેણ અકસ્‍માતો થાય છે. છતાં કચ્‍છના ૭ જેટલા ટોલનાકાઓ પર ૪ કરોડ જેટલું દૈનિક ટોલ ઉઘરાવવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી જાહેર ધોરીમાર્ગોને રિસફિર્સંગ કરવાની માંગ સ્‍વીકારતી નથી. જે બાબત ખૂબ દુઃખદ અને કચ્‍છ જિલ્લા સાથે અન્‍યાય કર્તા છે.

ચેમ્‍બર્સ કોમર્સ ગાંધીધામ તથા પરિવહન સંગઠનો દ્વારા તા. ૧૨/૯ થી શરૂ થનાર નો રોડ નો ટોલ આંદોલનને કોંગ્રેસપક્ષ જાહેર સમર્થન કરે છે કારણ કે પ્રવાસન-પરિવહન માટે રસ્‍તાઓની કનેક્‍ટિવિટી ખૂબ જ જરૂરી છે. આ જાહેર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગોના કામોમાં ભ્રષ્ટાચાર અંગે વિલંબ સાખી લેવાય નહીં જેથી ત્‍વરિત જાહેર માર્ગોનું રિસફિર્સંગ કરવા અનુરોધ કરાયો છે.

આ આંદોલનને કોંગ્રેસપક્ષ જાહેર ટેકો અને સમર્થન જાહેર કરે છે. ભવિષ્‍યમાં ઉકેલ નહીં આવે તો કોંગ્રેસપાર્ટીના કચ્‍છના આગેવાનો આંદોલનમાં જોડાશે જેથી આ પ્રશ્રની ગંભીરતા સમજી ત્‍વરિત ઉકેલ કરવા પ્રાદેશીક અધીકારી નેશનલ હાઇવે-ગાંધીનગર, પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર નેશનલ હાઇવે પાલનપુર, કલેકટરશ્રી-કચ્‍છ,પ્રોજેક્‍ટ મેનેજર નેશનલ હાઇવે આદિપુર વી. ને લેખીતમાં રજૂઆત કરાઈ છે.

ઉપરાંત જીલ્લા પ્રમુખ વી.કે.હુંબલે  જણાવ્‍યું કે ભાજપનાં નેતાઓ ખરેખર કચ્‍છના હિતમાટે સરકારમાં રજૂઆત કરતા અચકાય છે અને મળતપાય ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગ પાસેથી કરોડોનું ટોલ વસુલાય છે પરંતુ રોડના કામો કરાતા નથી ઉપરાંત કચ્‍છનાં સાંસદ, ધારાસભ્‍યો કયારેય કચ્‍છના હિત માટે લડતા નથી કારણકે જર્જરિત રસ્‍તાઓ પર અકસ્‍માતોનું પ્રમાણ વધતા લોકોના મળત્‍યુ થઈ રહેલ છે જે બાબતને ખુબજ દુઃખદ ગણાવી હતી. તેમ ગનીભાઈ કુંભાર પ્રવક્‍તા કચ્‍છ જીલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્‍યું છે.

(12:16 PM IST)