News of Saturday, 13th September 2025
કાલે બિલખામાં પૂ.ગોપાલાનંદબાપુની પૂણ્યતિથી ઉજવાશે
આજે રાત્રે પુર્વ સંધ્યાએ સંતવાણીના કાર્યક્રમમાં રાજભા ગઢવી સહિતના કલાકારો જમાવટ કરશેઃ રવિવારે પુ બાપુની પ્રતિમાનુ પુજન સંતોની ધર્મસભા ભોજન પ્રસાદ સહિતના આયોજન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧૩: બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતે પ.પૂ. બ્રહ્મલીન સંત પુ ગોપાલાનંદબાપુની સાતમી પુણ્યતિથી તા.૧૪ ને રવિવારના રોજ હોય જેની ઉજવણી કરવામાં આવનાર છે.
જેમાં પંચ અગ્નિ અખાડાના સભાપતિ પુ મુકતાનંદનજી બાપુની પ્રેરણાથી તથા પુ સંપુર્ર્ણાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આજે રાત્રે ૯ કલાકે રાવતેશ્વર ધર્માલયના પટાંગણમાં સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. તેમાં રાજભા ગઢવી તેમજ સહકલાકારો જમાવટ કરશે અને રવિવારના રોજ પુ બાપુની તિથી નિમીતે સવારે ૮/૩૦ કલાકે રાવતેશ્વર ધર્માલયથી પદયાત્રા નિકળશે. અને પુ ગોપાલાનંદ બાપુની પ્રતિમાનું પુજન અર્ચન કરવામાં આવશે અને ૧૦ કલાકે સંતો મહંતોની ધર્મસભા અને બપોરે ૧૨ કલાકે ભંડારો ભોજનપ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં ધર્મપ્રેમી જનતા ને ઉપસ્થિત રહેવા પુ મુકતાનંદબાપુ એ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
