<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

અમરેલી કલેકટર કચેરી સામે પાંચ શખ્‍સોએ આપઘાતની કોશીષ કરી

એટ્રોસીટીની ઈરાદાપુર્વક ફરિયાદો કરવાનું ખોટું દબાણ કરવા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩: અમરેલી કલેકટર કચેરી સામે બહુમાળી ભવન પાસે નરેશ ભીખાભાઈ વાળા, અનિલ ભીખાભાઈ વાળા એસટી ડ્રાઈવર, પરેશ મનુભાઈ ચૌહાણ એસટી ડ્રાઈવર, મનિષ કાંતિભાઈ વાળા એસટી કંડકટર, ધીરજ છગનભાઈ પરમાર પોતાના અંગત પ્રશ્નોનું નિરાકરણ કરવા કલેકટર કચેરી સામે બહુમાળી ભવન પાસે શક્ષમ અધિકારીની પુર્વ મંજુરી મેળવ્‍યા વિના ભેગા થઈ એટ્રોસીટીની ફરિયાદ ન બનતી હોય.તેમ છતા ઈરાદાપુર્વક એટ્રોસીટીની એકજ વિષય ઉપર અલગ અલગ ત્રણ ફરિયાદો કરવાનું ખોટું દબાણ કરવા લેખિતમાં અન્નજળનો ત્‍યાગ કરી ઈચ્‍છામળત્‍યું (આપઘાત)ની અરજી મંજુર કરવા જાહેર સેવા બજાવતા રાજય સેવકો તથા સરકારીતંત્રઉપર દબાણ કરી આપઘાતનીકોશીષ કરી અન્નજળનોત્‍યાગ કરી ધરણાઉપર બેસેલ હોય. અને આરોપીઓને કાયદેસરની ફરજથી અટકાવવા જતા આરોપીઓને અટકાવવામાં આવશે તો પોતે આપઘાત કરી લેવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની અમરેલી સીટીના હે.કોન્‍સ.મેહુલભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.

બસે બાઈકને હડફેટે લેતા યુવતિને ઈજા

સાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશન પાસે કાઠી બોડીંગ નજીક વળાંકમાં પ્રવિણાબેન વિનુભાઈ દુધરેજીયા ઉ.વ.૨૫ રહે.સાવરકુંડલા ઓસાપાલવ સોસાયટી પોતાનું ડયુટ જી.જે.૩૨ એલ. ૧૪૭૬ લઈ પોતાના ઘર તરફ જતા હતા. તે દરમ્‍યાન રેલ્‍વે સ્‍ટેશનના વળાંકમાં કાઠી બોર્ડીંગ પાસે પહોંચતા ગઢીયા પેટ્રોલપંપ તરફથી એક એસટી બસ જી.જે. ૧૮ ઝેડ.૪૨૮૯ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી માનવ જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી બાઈક સાથે ભટકાવી પછાડી દઈ જમણા પગની ઘુંટીના ભાગે ફેકચર કરી પોચાના ભાગે આંગળીઓમાં સામાન્‍ય ઈજા કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

(1:44 PM IST)