<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

વેરાવળ પોલીસે ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો : ‘નો ડ્રગ્સ ઈન ગીર સોમનાથ’ ઝુંબેશને વધુ એક મોટી સફળતા

જુનાગઢ રેન્જ વડા અને એસ.પી.ના માર્ગદર્શન હેઠળ પોલીસે ભાવેશ સોમાભાઈ નામના આરોપીને ઝડપી લઈ, ડ્રગ્સ વિરોધી અભિયાનને વેગ આપ્યો

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં 'નો ડ્રગ્સ ઈન ગીર સોમનાથ' ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. વેરાવળ સિટી પોલીસે ગાંજાના મોટા જથ્થા સાથે ભાવેશ સોમાભાઈ નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે.
આ સફળતા જુનાગઢ રેન્જ વડા નિલેશ જાજડિયા, એસ.પી. જયદીપસિંહ જાડેજા, અને ડી.વાય.એસ.પી. વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ મળી છે. પી.આઈ. એચ.આર. ગૌસ્વામી અને પી.એસ.આઈ. આર.આર. રાયજાદાની ટીમે પોલીસમેન રવિકુમાર ગોહિલની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં એ.એસ.આઈ. જેઠાભાઈ વિરાભાઈ, એ.એસ.આઈ. હરેશભાઈ લખમણભાઈ, પો.હેડ.કોન્સ. સુનિલભાઈ માંડણભાઈ, પો.હેડ.કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઈ, પો.કોન્સ. અશોકભાઈ હમીરભાઈ, પો.કોન્સ. જયેશભાઈ બાલુભાઈ, પો.કોન્સ. રાજદિપા ઘનશ્યામસિંહ, પો.કોન્સ. દિપકભાઈ વજુભાઈ, પો.કોન્સ. સુનીલભાઈ બાલુભાઈ, તેમજ ગીર સોમનાથ FSL ના અધિકારીઓ સહિતની ટીમો સક્રિય રહી હતી. આ સમગ્ર કાર્યવાહીથી જિલ્લામાં ડ્રગ્સ વિરોધી અભિયાન વધુ મજબૂત બન્યું છે.

 

(7:16 PM IST)