<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

મોરબીના રફાળેશ્વર નજીક ડબલસવારી બાઈક અને ડમ્પર અથડાયા: એકનું મોત-એકને ઈજા.

જાંબુડિયા ગામથી મકનસર જતા હતા ત્યારે રફાળેશ્વર ગામ નજીક પહોંચતા ટ્રેઇલર ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લીધું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રફાળેશ્વર ગામ નજીક ડબલ સવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી ફંગોળાઈ પડી ગયેલા બાઈક સવાર બંને યુવાનને ઈજા પહોંચી હતી જેમાં એક યુવાનનું મોત થયું છે અને એક યુવાનને ઈજા પહોંચી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

    મોરબીના મકનસર ગામના રવિભાઈ જગદીશભાઈ નારણીયા (ઉ.વ.૩૧) વાળાએ ટ્રેઇલર ડમ્પર જીજે ૩૬ ટી ૯૯૯૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨ ના રોજ ફરિયાદી રવિભાઈ અને ખુમાનસિંગ રાઠોડ બંને ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એડી ૧૦૭૦ લઈને જાંબુડિયા ગામથી મકનસર જતા હતા ત્યારે રફાળેશ્વર ગામ નજીક પહોંચતા ટ્રેઇલર ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અકસ્માતમાં ફરિયાદી રવિભાઈને શરીરે છોલછાલ જેવી ઈજા કરી હતી તેમજ ખુમાનસિંગ રાઠોડને બંને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:23 PM IST)