<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ૧૬માં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ૧૯૮.૫૭ લાખના ૧૦ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી તેઓના વિધાનસભા વિસ્તારમાં ફરીથી વિકાસ કાર્યોની વણઝાર શરૂ

 જામનગર: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી તેઓના વિધાનસભા વિસ્તારમાં ફરીથી વિકાસ કાર્યોની વણઝાર શરૂ થઈ છે, અને વોર્ડ નંબર ૧૬ માં ૧૯૮.૫૭ લાખના ખર્ચે ૧૦ જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
 જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિકાસ કામો ની યાદી તૈયાર કરીને અલગ અલગ વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે તારીખ ૧૨.૯.૨૦૨૫ ને શુક્રવારના સાંજે પાંચ કલાકે જામનગરના નંદનવન પટેલ સમાજ તથા આજુબાજુના વિસ્તારમાં સીસી રોડ બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સાંજે ૬.૦૦ વાગ્યે નંદનવન પાર્ક માં સીસી બ્લોક અને રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
 આ ઉપરાંત સાંજે ૬.૨૦ કલાકે પટેલ નગર ગ્રે સ્કૂલની અંદરના ભાગમાં આડા રોડમાં સીસી રોડના કામ તેમજ પટેલ નગર શેરી નંબર ચારમાં મનજીભાઈ વાઘેલાના ઘરની સામેના કોમન પ્લોટ માં સીસી બ્લોકના કામ નું ખાત મુહૂર્ત કરાયું હતું.
 સાથે સાથે પટેલ નગર શેરી નંબર ત્રણમાં સીસી રોડ નું કામ, પ્રણામી ટાઉનશિપ -૩ ઘર નંબર ૫૫ થી ૭૨ સુધી સી.સી.રોડનું કામ તેમજ પ્રણામી ટાઉનશિપ- ૩ ઘર નંબર ૧૯ થી ૩૬ સુધીના સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સાંજે ૬.૪૦ કલાકે મહાવીર નગર ની ડાબી બાજુમાં આવેલી શેરી નંબર-૧ થી ૪ માં સીસી રોડના કામ ના ખાત મુહૂર્ત કરાયું હતું.
 જ્યારે સાંજે 7 વાગ્યે હર્ષદમીલની ચાલી શેરી નંબર -૧ માં સીસી રોડના કામનું કરાયું હતું, સાથે સાથે હર્ષદ મિલની ચાલી શેરી નંબર -૨ માં પણ સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યો હતું.
આ ખાતમુહૂર્તના કાર્યક્રમોની શૃંખલામાં  ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા આ ઉપરાંત વોર્ડ નંબર ૧૬ ના ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ- મહામંત્રી તથા અન્ય હોદ્દેદારો, અને વોર્ડ નંબર ૧૬ના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(10:34 PM IST)