<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

રાણીગપરા ગામે દાદાગીરીથી ખેડૂતોનો માર્ગ બંધ કરતી કંપની સામે ધારાસભ્ય લાલઘૂમ :ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કંપનીનું તાળું તોડ્યું

ધારાસભ્ય 'દાદાગીરી નહીં ચાલે' કહી ખેડૂતોનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો

 

રાજુલા- જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી  ખેડૂતોની વ્હારે આવ્યા છે. દાદાગીરીથી ખેડૂતોનો માર્ગ બંધ કરતી કંપની સામે ધારાસભ્ય લાલઘૂમ થયા છે. રાણીગપરા ગામે ખાનગી કંપનીએ ખેડૂતોનો માર્ગ બંધ કર્યો હોવાથી ખેડૂતોએ હીરા સોલંકીને રજૂઆત કરી હતી. આથી, ધારાસભ્ય હીરા ભાઈ સોલંકીએ કંપનીનું તાળું તોડ્યું હતું. 'દાદાગીરી નહીં ચાલે' કહી ખેડૂતોનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો

(1:02 AM IST)