News of Sunday, 14th September 2025
મોરબીમાં નિયમ વિરુદ્ધ પેટકોકનો વપરાશ કરનાર ૧૫ સિરામિક ફેક્ટરીને ક્લોઝર નોટીસ, ૧૫-૧૫ લાખનો દંડ.
જીપીસીબીની ટીમો દ્વારા બનાવી વિવિધ વિસ્તારના કારખાનામાં ચેકિંગ કરાયું : ૧૫ કારખાનામાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ મળ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં સિરામિક ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે ૯૦૦ જેટલી સિરામિક ફેકટરીઓ મોરબીથી વાંકાનેર અને મોરબી જીલ્લાના વિસ્તારમાં ધમધમી રહી છે ૨૪ કલાક કારખાનામાં પ્રોડક્શન કામગીરી ચાલતી હોય છે જોકે સિરામિક ઉધોગકરો પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતા હોવાથી જીપીસીબી ટીમે ચેકિંગ કરી ૧૫ કારખાનાને ક્લોઝર નોટીસ ફટકારી છે અને દરેક કારખાનાને ૧૫ લાખનો દંડ ફટકાર્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મોરબી સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે જોકે ઉંચી પડતર કિમતને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીન સામે હરીફાઈમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ હાંફી જતો હોય છે ટાઈલ્સ પ્રોડક્શનમાં સૌથી મોટું કોસ્ટિંગ ગેસનું હોય છે જેથી ગેસના મોટા બિલથી બચવા ઉદ્યોગકારો પેટકોક જે પ્રતિબંધિત છે તેનો વપરાશ કરતા હોય છે
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં જીપીસીબીની ટીમો બનાવી વિવિધ વિસ્તારના કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ૧૫ કારખાનામાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરવામાં આવતો હતો જેથી ગાંધીનગર રીપોર્ટ કરી જાણ કરવામાં આવી હતી અને તમામ કારખાનાને ક્લોઝર નોટીસ આપવામાં આવી છે તેમજ દરેક કારખાનાને રૂ ૧૫ લાખનો દંડ ફટકાર્યાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
