<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ભાવનગરના મહુવાના તલગાજરડાના ખેડૂતો ખાનગી કંપનીના પાપે મુશ્કેલીમાં મુકાયા

ગામની સીમમાં આવેલી કંપનીમાંથી દુષિત પાણી ગામની નદીમાં છોડાઇ રહ્યું છે. જેના પગલે કુદરતી જળસ્ત્રોત તો દુષિત થયા

ભાવનગરના મહુવાના તલગાજરડાના ખેડૂતો આજકાલ ખાનગી કંપનીના પાપે મુશ્કેલીમાં મુકાયા છે. તલગાજરડા ગામના ખેડૂતોનો આરોપ છે કે ગામની સીમમાં આવેલી કંપનીમાંથી દુષિત પાણી ગામની નદીમાં છોડાઇ રહ્યું છે. જેના પગલે કુદરતી જળસ્ત્રોત તો દુષિત થઇ રહ્યો છે, સાથે જ ભૂગર્ભ જળ પણ દુષિત થયા છે. ગ્રામજનોનો દાવો છે કે ભૂગર્ભ જળ દુષિત થતાં હવે ઘરે ઘરે નળમાં પણ દુષિત પાણી આવી રહ્યું છે, અને ગામમાં રોગચાળાનો ભય સર્જાયો છે.

 

(1:00 AM IST)