<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ગુમ યુવતી: ધ્રોલની ચાર્મી પરમાર લાપતા, પોલીસ ફરિયાદ નોંધાઈ

9 વર્ષીય ચાર્મીબેન બિપિનભાઈ પરમાર ગત રાત્રિથી લાપતા થઇ હતી

ધ્રોલ શહેરના અતીત શેરી ચાર ચોક વિસ્તારમાં રહેતી એક યુવતીના અચાનક ગુમ થવાથી તેના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 19 વર્ષીય ચાર્મીબેન બિપિનભાઈ પરમાર ગત રાત્રિથી લાપતા બન્યા છે, અને આ મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર્મીબેન 12 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યા પછી કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.

ગુમ થયેલી યુવતીના પિતા બિપિનભાઈ પરમારે આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમ થયાનો ગુનો દાખલ કરીને ચાર્મી ની શોધખોળ શરૂ કરી છે.

(11:23 AM IST)