News of Sunday, 14th September 2025
શ્રી એમ.બી. અજમેરા હાઈસ્કૂલ, વીંછિયા ખાતે હિન્દી સપ્તાહનું આયોજન સાથે સમાપન હિન્દી દિવસની ભવ્ય ઉજવણી સાથે કરવામાં આવ્યું.

૧૪ સપ્ટેમ્બર ભારતીય સંવિધાનમાં ૧૯૪૯ના રોજ હિન્દી ભાષાને રાજ્ય ભાષા ઘોષિત કરવામાં આવી તેના અનુસંધાને હર વર્ષ ૧૪ સપ્ટેમ્બર હિન્દી દિવસ ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે શ્રી એમ.બી. અજમેરા હાઈસ્કૂલ, વીંછિયા ખાતે આચાર્યશ્રી હેમાંશુભાઈ રાઠોડના માર્ગદર્શન નીચે હિન્દી વિષય શિક્ષક પઠાણસરની અધ્યક્ષતામાં હિન્દી સમિતિની રચના કરવામાં આવી જેમાં બહાદુરસર, મુક્તિબેન, સોનલબેન તથા રેવાબેનનો સમાવેશ કરવામાં આવેલ... હિન્દી સપ્તાહના આયોજન નિમિત્તે સોમવારથી શનિવાર સુધી પ્રાર્થના સભા જેમાં પ્રાર્થના, સુવિચાર, સમાચાર, દિન વિશેષ, પ્રશ્નોત્તરી તથા શિક્ષકોના વક્તવ્ય પણ તમામ હિન્દીમાં રાખવામાં આવેલ હતા.. સોમવારના રોજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં પ્રથમ નંબર સરવૈયા રેન્સીબેને ધો. ૦૯ બ, મંગળવારના રોજ કહાની સ્પર્ધા જેમાં પ્રથમ નંબર બે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ વનાળીયા નેન્સી ૧૦ બ તથા ગાબુ કિષ્ના ૧૧ ડ, બુધવારના રોજ કાવ્ય ગાન સ્પર્ધા જેમાં પ્રથમ નંબર મકવાણા માહી ૦૯ અ, ગુરૂવારના રોજ વક્તૃત્વ સ્પર્ધા જેમાં પ્રથમ નંબર હરીપરા માનસી ૧૦ ક, શુક્રવારના રોજ શ્રુત લેખન સ્પર્ધા જેમાં પ્રથમ નંબર વનાળીયા નેન્સી ૧૦ બ એ પ્રાપ્ત કરેલ... સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શનિવારના રોજ તા. ૧૩/૦૯/૨૦૨૫ ના હિન્દી દિવસ ઉજવવામાં આવેલ (૧૪ સપ્ટેમ્બર ના રોજ રવિવાર હોવાથી) જેમાં આમંત્રણ ને માન આપી ટ્રસ્ટના સ્થાનિક પ્રતિનિધિ એવા બીપીનભાઈ જસાણી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા, કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી મકવાણા માહી દ્વારા કરવામાં આવેલ... હો શુભારંભ મંગલ બેલા આઈ.. પર નૃત્ય દ્વારા અલસિફા એન્ડ ગ્રુપ દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી, હિન્દી દિવસનું મહત્વ દર્શાવતું વક્તવ્ય હિન્દીમાં હરીપરા માનસી દ્વારા આપવામાં આવેલ, હિન્દી ભારતમાં કી બિંદી.. પર ભરતનાટ્યમ નૃત્ય ત્રિવેદી રિધ્ધિ તથા ખલ્યાણી સિફા એ સુંદર રજૂઆત કરી, હિન્દી , અંગ્રેજી, ગુજરાતી, મરાઠી એ વિરોધી ભાષા નહીં પણ બહેનો છે એ દર્શાવતું નાટક હિન્દીમાં ગોરાસ્વા પ્રિયંકા & ટીમ દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી, હિન્દી ભાષા રાષ્ટ્ર કી ભાષા... પર રાજપરા કિરણ & ટીમ દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી, રાજસ્થાની નૃત્ય ઘુમ્મર રાઠોડ પ્રિયાંશી એન્ડ ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલ... પ્રસંગોચિત ઉદબોધન બીપીનભાઈ જસાણી દ્વારા તથા કાર્યક્રમના અંતે આભાર વિધિ પઠાણસર દ્વારા કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજપરા ગૌતમ, ખાચર રાજદીપ તથા શાહમદાર નાસીર દ્વારા કરવામાં આવેલ હતુ. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ટ્રસ્ટી, મુખ્ય અતિથિ શ્રી બીપીનભાઈ જસાણી, આચાર્યશ્રી હેમાંશુભાઈ રાઠોડ, સુપરવાઇઝર શ્રી વખતભાઈ રાઠોડ, રીટાબેન જોગરાજીયા, શિક્ષક મુક્તિબેન સરવૈયા, સોનલબેન પટેલ તથા રેવાબેન ડેરવાળિયા હસ્તે મેડલ, પ્રમાણપત્ર, બોલપેન તથા પેડ આપવામાં આવેલ. જેમાં મેડલ તથા પેડ બીપીનભાઈ જસાણી તથા ૧૨૫/- જેટલા વિદ્યાર્થીઓને બોલપેન હિન્દી સમિતિ તરફથી આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાયર સેકન્ડરી વિભાગમાંથી કાગડિયાસર , ગાબુ ક્રિષ્ના, રાજપરા સુમિતા, બાવળિયા શીતલ, ઝાલા શ્રદ્ધા, મકવાણા સ્નેહા, ઝાલા વૈશાલી તથા વાલાણી રિધ્ધિ અને માધ્યમિક વિભાગમાંથી સુપરવાઈઝરશ્રી વખતસર, ભાવિનસર, કિરણબેન, ઝાલાસર, સંઘાળ જાનવી, બાવળિયા દિવ્યા, લાખાણી લતાંકી, તેજસ્વી, મકવાણા સોનલ, જોગરાજીયા પ્રિતી વગેરેએ જેહમત ઉઠાવેલ હતી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
