<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

તાલાલામાં હનીટ્રેપ: ભોજદે ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી માર મારીને 10 લાખ માંગ્યા

એક સગીર યુવતી સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ: પોલીસે અપહરણ, લૂંટ, ખંડણી અને પૂર્વ આયોજિત કાવતરા સહિતની કલમો લગાવી

ગીર સોમનાથના તાલાલામાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક સગીર યુવતી સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે. ભોજદે ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી માર મારીને 10 લાખ માંગ્યા હતા. પોલીસે અપહરણ, લૂંટ, ખંડણી અને પૂર્વ આયોજિત કાવતરા સહિતની કલમો લગાવી છે.

    ભોજદે ગામના પીડિત યુવક સાથે ગીતા રબારી નામ આપી મહિલાએ દોસ્તી કરી અને મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપી બાઈકમાં આવી પીડિતનો મોબાઈલ ઝુંટવી પીડિતની જ કારમાં અપહરણ કરી 7 હજાર રૂપિયા પડાવ્યા હતા અને કારમાં તોડફોડ કરી માર માર્યો અને 10 લાખની માંગ કરી હતી. સમગ્ર મામલે રાત્રે તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાતા ચાર લોકોને રાઉન્ડઅપ કર્યા છે.

 

(8:52 PM IST)