તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 14th September 2025
ઉનાના વાજડી ગામે સુમો બેબીથી જાણીતા બાળકોના સતત વધી રહેલા વજનને લઈને પરિવાર ચિંતાતુર
2014માં ગુજરાતના સીએમ આનંદીબેન પટેલે આ પરિવારને દત્તક લીધો હતો અને અમદાવાદ સિવિલમાં બાળકોની સારવાર કરાવી હતી, પરંતુ હવે કોઈ આ પરિવારની કાળજી નથી લેતું.

ગીર સોમનાથઃ જિલ્લાના ઉના તાલુકાના વાજડી ગામે સુમો બેબીથી લોકપ્રિય બનેલા બાળકોના સતત વધી રહેલા વજનને લઈને પરિવાર ચિંતાતુર બન્યો છે. 12 વર્ષના દીકરાનું વજન 84 કિલોએ પહોંચ્યું છે. જ્યારે દીકરીનું વજન 97 કિલોએ પહોંચતા બાળકો સાથે પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ વાત છે ઉના તાલુકાના વાજડી ગામે રહેતા ખેડૂત રમેશભાઈ નંદવાણાના પરિવારની. રમેશભાઈને કુલ 4 બાળકો છે. તેમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમાં મોટી દીકરી નોર્મલ છે. પરંતુ બે દીકરી અને એક દીકરો મેદસ્વિતાનો શિકાર બન્યા છે. આ ત્રણેય બાળકોનો નોર્મલ બાળકો કરતાં અનેકગણું વજન છે અને હજુ પણ વજન વધી રહ્યો છે, જેના કારણે ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
2014માં ગુજરાતના સીએમ આનંદીબેન પટેલે આ પરિવારને દત્તક લીધો હતો અને અમદાવાદ સિવિલમાં બાળકોની સારવાર કરાવી હતી, પરંતુ હવે કોઈ આ પરિવારની કાળજી નથી લેતું.
રમેશ ભાઈની 16 વર્ષની દીકરી યોગીતાનું વજન 72 કિલો છે. જ્યારે બીજી દીકરી અમીષા 14 વર્ષની છે અને તેનું વજન 97 કિલો છે. સૌથી નાનો દીકરો હર્ષ 12 વર્ષનો છે અને તેનું વજન 84 કિલો છે.
ઉના તાલુકાના હેલ્થ ઓફિસર વિપુલ દૂમાતરનું કહેવું છે કે, ઉના તાલુકાનું વાજડી ગામ ભાચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે. વાવડી ગામમાં ત્રણ બાળક છે, જેમાં બે બેબી અને એક બાબો. જે સ્પેશિયલ કેસ કહી શકાય તે 'સુમોબેબી' છે. 'સુમોબેબી'માં એટલે કે જે કન્જેનાઈટલી અને માલફોર્મેશનને તકલીફના હિસાબે ઓવરવેઇટ, તેનું સતત વજન વધ્યા રાખતું હોય તેવા બેબીઓને સુમોબેબી કહેવાય છે. વાવડીના આ સુમોબેબીને સ્પેશિયલ કેસના સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત રૂટિન વિઝિટ કરાવડાવવામાં આવતી હોય છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
