હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 14th September 2025
મોરબીમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.
વિદ્યાર્થીઓનું સન્માન શિલ્ડ અર્પણ કરીને કરવામાં આવ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના મોરબી જિલ્લા ઘટક દ્વારા સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10, ધોરણ 12, તેમજ ઉચ્ચતર અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓનું સન્માન શિલ્ડ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.
આ વિદ્યાર્થીઓમાં ખાસ કરીને મોરબી જિલ્લામાંથી સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) તરીકે ઉત્તીર્ણ થયેલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે સમાજ માટે ગૌરવની બાબત છે. આ ઉપરાંત, વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક (ગ્રેજ્યુએટ) થયેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરીને તેમનું સન્માન વધારવામાં આવ્યું હતું.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
