<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા

જીલ્લા લેવલે ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન અને ૬૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી મોરબી માધાપર ગામનું ગૌરવ વધાર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની નવયુગ વિધાલયમાં અભ્યાસ કરતા દેવાંગ જયેશભાઈ ડાભીએ કોચ સંદીપભાઈના માર્ગદર્શન હેઠળ હળવદ ખાતે યોજાયેલા એથ્લેટિક સ્પર્ધા ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ હતો અને જીલ્લા લેવલે ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન અને ૬૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી મોરબી માધાપર ગામનું ગૌરવ વધાર્યું છે અને હવે તે આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને તે શાળા, ગામ અને મોરબી જીલ્લાનું નામ રોશન કરે તેવી માધાપર ગામ સમસ્તના લોકોએ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે

(11:05 PM IST)