<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

અમરેલીમાં ધોધમાર વરસાદ :નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સિવિલ હોસ્પિટલ અને રાજકમલ ચોક જેવા વિસ્તારોમાં પાણી ભરાયા : જિલ્લા પંચાયત રોડ અને બસ સ્ટેન્ડ રોડ પર પણ પાણી વહેતા

અમરેલી શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે સિવિલ હોસ્પિટલ અને રાજકમલ ચોક જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત રોડ અને બસ સ્ટેન્ડ રોડ પર પણ પાણી વહેતા થયા છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ જળભરાવને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 


 

(11:59 PM IST)