News of Monday, 15th September 2025
જૂનાગઢના મેંદરડા રોડ પર ગંભીર અકસ્માત: સરકારી ગાડીની અડફેટે યુવાનનું કરુણ મોત
કુતિયાણા પાણી પુરવઠા બોર્ડની સરકારી ગાડીએ તેને ટક્કર મારી

જૂનાગઢના મેંદરડા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં સરકારી ગાડીની અડફેટે એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ યુવાન પગપાળા જઈ રહ્યો હતો ત્યારે કુતિયાણા પાણી પુરવઠા બોર્ડની સરકારી ગાડીએ તેને ટક્કર મારી હતી. પોલીસે આ ઘટના બાદ ગાડીના ડ્રાઇવર અને તેમાં સવાર અધિકારીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
