<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

નરેન્‍દ્રભાઇ મોદીને ર૦મીએ આવકારવા માટે ભાવનગર સજજ

અગ્રસચિવ આર.સી. મીના જીતુભાઇ વાઘાણી કલેકટર ડો. મનીષકુમાર બંસલની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ

ભાવનગર, તા. ૧પઃ આગામી તા. ૨૦ સપ્‍ટેમ્‍બરે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે તેને અનુલક્ષીને બંદરો અને વાહનવ્‍યવહાર વિભાગના અગ્ર સચિવ આર.સી.મીના ના અધ્‍યક્ષસ્‍થાને તથા ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન રાજકુમાર બેનીવાલની ઉપસ્‍થિતિમાં ભાવનગર કલેક્‍ટર કચેરી ખાતે અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અમદાવાદ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના જિલ્લાના અધિકારીઓ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાયા હતા.

આ બેઠક પહેલા બંદરો અને વાહનવ્‍યવહાર વિભાગના અગ્ર સચિવ  આર.સી. મીના તથા ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન રાજકુમાર બેનીવાલ અને તેમની ટીમ દ્વારા એરપોર્ટ, રોડ શો રૂટ અને મુખ્‍ય કાર્યક્રમ સભા સ્‍થળની મુલાકાત લેવામાં આવી હતી.

આ બેઠકમાં અગ્ર સચિવ આર.સી. મીના સમક્ષ ભાવનગર જિલ્લા કલેકટર ડો. મનીષકુમાર બંસલે વડાપ્રધાનના કાર્યક્રમના આયોજનની વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમ અન્‍વયે જિલ્લા કક્ષાના અધિકારીઓના અધ્‍યક્ષસ્‍થાને રચાયેલ ૨૭ જેટલી વિવિધ સમિતિઓની કામગીરીની વિગતવાર ચર્ચાઓ કરી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્‍યું હતું.

આ બેઠકમાં ભાવનગર મ્‍યુનિસિપલ કમિશનર એન.કે. મીણા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણી સહિત વિવિધ સમિતિઓના અધ્‍યક્ષ તેમજ ગાંધીનગરના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ વર્ચ્‍યુઅલી જોડાયા

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના તા. ૨૦ સપ્‍ટેમ્‍બરના ભાવનગર ખાતે કાર્યક્રમને અનુલક્ષીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓની બેઠક ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાયા હતા.

આ બેઠકમાં તા. ૨૦ સપ્‍ટેમ્‍બરના રોજ યોજાનાર કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લામાંથી આવનાર લોકોને કોઈપણ પ્રકારની અગવડતા પડે ન એ માટે જરૂરી વ્‍યવસ્‍થા કરવા માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, મેયર ભરતભાઈ બારડ,  ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણી, આર.સી.એમ. કચેરી અધિક કલેકટર ડી.એન. સતાણી, આગેવાન રાજીવ પંડયા સહિત જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લામાંથી અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા

(3:04 PM IST)