હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th September 2025
ભચાઉના શખ્સે સાત કારનું બુકિંગ લઇ બે કાર ડિલિવરી કરી લીંબડીના શખ્સના બાકીના રૂપિયા ઓળવી ગયો

વઢવાણ તા. ૧પ :.. લીંબડી નવા બસસ્ટેશન પાસે રહેતાં ચિરાગભાઈ દિલીપભાઈ પરમારના મિત્ર ધર્મેન્દ્રસિંહએ તેમનાં સાળા માટે નવ મહિના પહેલા એક ફોર વ્હીલર ભચાઉ (કચ્છ)માં રહેતાં જીગ્નેશ રશીકલાલ ઠક્કર પાસેથી ખરીદી કરી હતી. જેમાં તેમને થોડો ફાયદો થયો હતો. જેથી ચિરાગભાઈના મોટાભાઈ વિશાલભાઈ તેમજ તેમના અન્ય મિત્રને કાર લેવાની હોય જીગ્નેશભાઇનો કોન્ટેક્ટ કરીને સાત કારનું બુકિંગ કરાવ્યું હતું.
જેના ડાઉન પેમેન્ટ પેટે ઓનલાઈન તથાં રોકડ ૧૨,૦૨,૫૩૭ જીગ્નેશભાઇને આપ્યા હતાં. જે પૈકી જિજ્ઞેશભાઇએ માત્ર બે જ કારની ડિલીવરી કરતા ચિરાગભાઇએ બાકી નીકળતા રૂ.૮,૯૯,૫૩૭ની ઉઘરાણી કરતા જિજ્ઞેશભાઇ પરત નહીં આપીને વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરી હતી. જે અંગે ચિરાગભાઇએ જીગ્નેશ રશીકલાલ ઠક્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
