તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Monday, 15th September 2025
નવલા નોરતાની શરૂઆતમાં મોરબી સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબકશે
ખૈલેયાઓ ઝરમર વરસાદ અને ગળેરાટી ગગન વચ્ચે રાસ ગરબાની રમઝટ માટે તૈયાર થઈ જાવ

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારાઃ હાલમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, અને આગામી બે દિવસમાં કચ્છના ઉતર પશ્રિચમ વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. જોકે, સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાની અસર રહેશે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા છે.
વર્તમાન હવામાન પરિસ્થિતિ જોઈએ તો પヘમિ-મધ્ય અને ઉત્તર-પヘમિ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) સક્રિય છે. અને વિદર્ભ અને આસપાસના વિસ્તારોમાં પણ એક હવામાન સિસ્ટમ્સ સક્રિય છે, જે ગુજરાતના હવામાનને સીધી અસર કરી શકે છે.પરીણામે ૧૫થી ૧૭ સપ્ટેમ્બર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથ સહિતનામાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે.
જોકે અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી. પરંતુ ૧૮થી ૨૩ સપ્ટેમ્બરે મધ્ય-સ્તરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે જેના કારણે સૌરાષ્ટ્ર, ખાસ કરીને મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાન ૩૦OCથી ૩૨OCની રેન્જમાં રહેશે.
પવનની ગતિ સામાન્ય રહેશે, જેમાં મોટાભાગે ૧૦-૨૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમ હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાનાખીજડિયા, ટંકારા)એ જણાવ્યું હતું.(
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
