<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

પાર્કીંગમાંથી વાહન ચોરી પેટ્રોલ પુરૂ થઇ જાય તો ત્‍યાંજ મૂકી બીજું વાહન ચોરવાની ટેવવાળો શખ્‍સ મહુધામાં ઝડપાયો

 

 જુનાગઢ તા.૧૫: મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ વિધી ચૌધરીના તરફથી મિલકત સબંધી અનડિટેક્‍ટ ગુનાઓ ડિટેક્‍ટ કરી આરોપી તથા મુદ્દામાલ રીકવર કરવા સારૂ સુચના કરેલ હોય જે અન્‍વયે પોલીસ અધિક્ષક વિજય પટેલ  ખેડા-નડીયાદ તથા  વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવીઝનનાઓ તરફથી જરૂરી સૂચનો થયેલ જે અનુસંધાને પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર આર.કે.ગોહિલ મહુધા પોલીસ સ્‍ટેશન નાઓના ટેકનીકલ સર્વેલન્‍સ દ્વારા સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર આઇ.ડી.વાઘેલા તથા મહુધા પોલીસ સર્વેલન્‍સ ટીમ કાર્યરત હતી.

દરમ્‍યાન હકીકત મળેલ કે મહુધા પો.સ્‍ટે કલમ ૩૩૧(૪), ૩૦૫ (એ) મુજબ ના ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી ચોરીના મુદામાલ સાથે નડીયાદ મહુધા રોડ ઉપર મહુધા તરફ રીક્ષા લઈ આવતો હોવાની માહીતી આધારે મહુધા પોલીસ સર્વેલન્‍સ ટીમ દ્વારા  ચોરીની રીક્ષા સાથે નજીરભાઇ ગુલાબભાઇ મલેક ઉ.વ.૪૦ રહે.સીંઘાલી ચોકારા વિસ્‍તાર તા.મહુધા જી.ખેડાને પકડી આરોપી પાસેથી  (૧) એક સી.એન.જી રિક્ષા નંબર જીજે.૦૧.ઇડી.૨૧૧૪ કિંમત રૂપીયા ૧,૦૦,૦૦૦/- (૨) એક પી.એચ.એક્‍સ કંપનીનુ સ્‍માર્ટ એલ.ઇ.ડી ટીવી કિંમત રૂપીયા ૧૨,૦૦૦/- (૩) એક ગ્રેકલરનુ એક્‍ટીવા નંબર જીજે.૦૭.ઇએચ.૩૫૦૦ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- (૪) એક હિરો એચ.એફ ડીલક્ષ મો.સા નંબર જીજે.૦૭.સીકે.૫૫૮૨ કિં.રૂપિયા ૪૦,૦૦૦/- (૫) એક હોન્‍ડા શાઇન મો.સા નંબર જીજે.૨૭.સીએ.૦૨૧૯ નુ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- કુલ રૂપિયા ૨,૧૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

આરોપી ર્પાકિંગ તેમજ જાહેર જગ્‍યાઓ ઉપરથી વાહનની ચોરી કરી પેટ્રોલ પૂરૂ થઇ જાય ત્‍યાં તે વાહનને જાહેર જગ્‍યામાં મુકી ત્‍યાંથી બીજા વાહનની ચોરી કરવાની ટેવ વાળો છે.

આ કામગીરી આર.કે.ગોહિલ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર મહુધા પોલીસ સ્‍ટેશન,  આઇ.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર, એ.એસ.આઇ.મહેશકુમાર આત્‍મારામ, અ.હેડ.કો યશપાલસિંહ કિશોરસિંહ, નરેન્‍દ્રસિંહ જીલુભા, હસમુખભાઇ મનુભાઇ, પો.કો હર્ષદભાઇ ચંદુભાઇ, અ.પો.કો રાકેશકુમાર નારણભાઇ, સાહિલકુમાર વસંતભાઇ, અલ્‍પેશ પૂંજાભાઇએ કરી હતી.

(1:03 PM IST)