<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

પદયાત્રીના મોત મામલે કુતિયાણા પાણી પુરવઠાની જીપના ચાલક, અધિકારીની પૂછપરછ

વંથલી પાસે સરકારી ગાડીએ ૪ યુવાનોને હડફેટે લીધા હતા, ૧નું મોત થયું હતુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૫: રવિવારે વંથલીના ખોરાસા નજીક સતાધાર પગપાળા જતા ચાર યુવાનોને કુતિયાણા પાણી પુરવઠાની ગવર્મેન્‍ટ ઓફ ગુજરાત લખેલ જીજે-૨૫-યુ- ૮૨૨૯ નંબરની સરકારી ગાડીએ ચાર યુવાનોને હડફેટે લેતા એક યુવાનનું મોત થવાની ઘટનામાં પોલીસે જીપના ચાલક અને અધિકારીની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી હતી.

લુશાળા ગામનાં ૪ યુવાનો  પગપાળા ચાલીને સતાધાર જતા હતા ત્‍યારે ખોરાસા અરણિયાળા રોડ પર તાલાલા તરફથી આવતી બોલેરો નંબર જીજે-૨૫-યુ-૮૨૨૯ના ડ્રાઈવરે યુવાનોને હડફેટે લીધા હતા આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા તેઓએ ઘટના સ્‍થળે પહોંચી ડ્રાઇવર તેમજ તેમાં રહેલ અધિકારીને ઝડપી પાડ્‍યા હતા ત્‍યારે ડ્રાઈવર તેમજ અધિકારી ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં જોવા મળતા ગ્રામજનોએ વંથલી પોલીસને જાણ કરતા વંથલી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી આરોપીઓને વંથલી પોલીસ સ્‍થળે લઈ જવામાં આવ્‍યા હતા. અકસ્‍માતમાં ભોગ બનનાર સુભાષભાઈ કાનાભાઈ ડાંગરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

બનાવમાં ગર્વમેન્‍ટ ઓફ ગુજરાત લખેલ બોલરોમાં કુતિયાણા પાણી પુરવઠા અધિકારી ગોવિંદભાઈ એલ. પાતર ડ્રાઈવર રાહુલ સી. પાતર ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં હતા તેમજ ગાડીમાંથી ૪ બિયરના ટીન મળી આવતા પીઆઇ ચૌધરીએ  બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

(1:08 PM IST)