<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

રાજકોટ-મોરબી રોડની ખરાબ હાલત પર મહેશ રાજકોટિયાની ચિમકીએ તંત્રને જાગૃત કર્યું: કોન્ટ્રાક્ટરે તાત્કાલિક પેચવર્ક શરૂ કર્યું

વરસાદ અને અયોગ્ય જાળવણીને કારણે ખાડાઓ અને તિરાડોથી મગરની પીઠ જેવો બની જતા વાહન ચાલકોને રોડ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી, જેના કારણે અનેક અકસ્માતોનું પણ જોખમ વધી ગયું હતું જેથી મહેશ રાજકોટિયાએ આ મુદ્દે તંત્રને ચેતવણી આપી'તી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૫ :  રાજકોટથી મોરબી જતા મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ચાલી આવતી રોડની જોખમી હાલતને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન હતા. આ મુદ્દે  રાજકીય અગ્રણી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મહેશ રાજકોટિયાએ તંત્રને એક અઠવાડિયા માં પેચ વર્ક કરો અન્યથા રસ્તા રોકો આદોલન કરવાની ખુલ્લી ચિમકી આપી હતી.

          જેના પગલે આજે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કામ શરૂ કરવાની સૂચના આપવામાં આવી. પરિણામે, રોડ પર પેચવર્કનું કામ આજથી જ શરૂ થયું છે, જેનાથી લોકોમાં રાહતની અસર જોવા મળી રહી છે. આ રોડ, જે રાજકોટ અને મોરબી વચ્ચેનું મહત્વપૂર્ણ જોડણી કાર્ય કરે છે, તાજેતરના વરસાદ અને અયોગ્ય જાળવણીને કારણે ખાડાઓ અને તિરાડો થી મગરની પિઠ જેવો બની જતા વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી, જેના કારણે અનેક અકસ્માતોનું પણ જોખમ વધી ગયું હતું. એવામાં મહેશ રાજકોટિયાએ તાજેતરમાં આ મુદ્દે તંત્રને ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન કરશે અને મીડિયા દ્વારા મુદ્દાને વધુ ઉજાગર કરશે. તેમની આ ચિમકીએ તંત્રને જાગૃત કર્યું અને રાજકોટ વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ જારી કરી. કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળના કામને પોતાના ખર્ચે પૂર્ણ કરો અન્યથા કડક કાર્યવાહી થશે. જેથી આજે બપોર બાદ ટંકારા થી પેચવર્કનું કામ શરૂ થયું છે.

       જેમાં ખાડાઓ ભરવા, સપાટીને સમતલ કરવા અને અસ્થાયી મેળવણીના કામોનો સમાવેશ થાય છે.

અંતે  ઉલેખનીય છે કે મહેશ રાજકોટીયા ની સૂચના ને જિલ્લા ના કોઈ જ અધિકારી ક્યારેય હળવાશથી નથી લેતા કેમ કે એ વ્યક્તિ ની રાજકીય કારકીર્દીની છાપ એવી છે કે બોલે એ કરી ને બતાવે છે ઘણી વખત તાલુકા જિલ્લા અધિકારીઓની ઓફિસોને તાળા પણ મારી ચૂકેલા અને સમય પર કામ ન થાય ત્યારે રોડ પર ચક્કાજામ પણ કરી ચૂકેલા નેતા છે એ લોકો જાણે છે એટલે જ તંત્ર ની લાલિયા વાડી ક્યારેય કોઈ ની ચાલી નથી ત્યારે ઓન ધ સ્પોટ કામ કરવાની તાકાત ધરાવનાર વ્યક્તિ વિશેષ લોકો માને છે.

(1:26 PM IST)