તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 15th September 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ યથાવત
કોઇ-કોઇ જગ્યાએ ઝાપટારૂપે વરસતો વરસાદઃ બપોરે અસહ્ય ઉકળાટ

રાજકોટ, તા., ૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે. આવા હવામાન વચ્ચે કોઇ કોઇ જગ્યાએ ઝાપટારૂપે વરસાદ વરસી જાય છે અને બપોરે અસહય ઉકળાટ યથાવત છે.
માણાવદર
(ગિરીશ પટેલ દ્વારા) માણાવદરઃ તાલુકામાં વિરામ બાદ ફરી પાછો વરસાદ ચાલુ થયો છે. પંથકમાં ધીમીધારે વરસાદ પડયો છે. થોડા સમય પહેલા ભારે પુર-હોનારત સર્જાય બાદ એન્ટ્રી કરી છે. માણાવદર શહેર સહિત ગલવાવ બુરજીલના કોડવાવ પાજોડ મિતડી જાંબુડા વેરવા સહીત અનેક વિસ્તારોમાં વરસાદ પડયો છે અનેક વિસ્તારોમાં, ખેતરોમાં પાણી ભરાયા હતા. વધુ વરસાદથી પાકને નુકશાની વેઠવી પડે તેમ ખેડુતોએ ચિંતા વ્યકત કરી છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ, મહતમ તાપમાન ૩૩, ભેજનું પ્રમાણ ૮પ ટકા, પવનની ગતી ૭.ર કી.મી. છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢના માણાવદર, વંથલી, વિસાવદરમાં વરસાદી ઝાપટા પડયા હતા.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી શહેરમાં ગઇકાલે બપોરના સમય બાદ આકાશમાં કાળા ડીબાંગ વાદળા એકાએક વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. આવી રીતે રાત સુધીમાં ત્રણ વાર વરસાદ વરસતા અમરેલીમાંપોણા બે ઇંચ (૪પ મી.મી.) વરસાદ પડી ગયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે ખેડુત ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. જયારે ગ્રામ્ય પંથકમાં પણ સારા વરસાદ પડવાના વાવડ મળેલ છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
