<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાની અદાલતોના ટોટલ પેન્‍ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૨૦.૮૪ ટકાનો ઘટાડો

સને-૨૦૨૫ની તળતીય રાષ્‍ટ્રીય લોક-અદાલત/સ્‍પેશયલ મેજીસ્‍ટ્રેયલ સીટીંગનું શ્રેષ્‍ઠ પરીણામઃ કુલ ૩૪૭૯ કેસોનો સુખદ નિવેડો : કુલ ૮,૭૭,૧૬,૪૩૯/ રકમના હુકમો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૫: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકા દ્વારા સમગ્ર દેવભૂમિ દ્રારકા  જિલ્લા માં સને-૨૦૨૫ ની તળતીય રાષ્‍ટ્રીય લોક-અદાલતનુ સફળતા પુર્વક આયોજન કરવામાં આવેલ  છે. જેમાં ર્ં૩૪૭ર્૯ં કેસોનો સુખઃદ નિવેડો લાવવામાં આવેલ જેમાં ર્ં૮,૭૭,૧૬,૪૩૯/ રકમના હુકમો કરવામાં આવેલા કેસો પુરા કરવામાં આવેલ હતા. દેવભૂમિ દ્રારકા જિલ્લાની અદાલતો ના ટોટલ પેન્‍ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૨૦.૮૪ ટકાનો નોંધાયેલો મહત્તવનો ઘટાડો થયો હતો.

ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭, નામદાર સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્‍ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્‍હી તેમજ રાજય લેવલે ગુજરાત હાઇકોર્ટની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના  પેટ્રોન ઈન ચીફ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ શ્રીમતી સુનિતા અગ્રવાલના ડાયરેકશન અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના એક્‍ઝિકયુટિવ ચેરમેન (સિનિયર મોસ્‍ટ જસ્‍ટીસ ઓફ ગુજરાત હાઇકોર્ટ) જસ્‍ટીસશ્રી એ.વાય.કોગઝે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્‍ટ્રેટિવ જસ્‍ટીસ એલ.એસ.પીરઝાદાના માર્ગદર્શન અને ગુજરાત રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્‍બર સેક્રેટરી એચ.એમ.પવાર  તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા ના ચેરમેન એસ.વી.વ્‍યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા સમગ્ર દેવભૂમિ દ્રારકા જિલ્લા માં આવેલ તમામ અદાલતોમાં વર્ષ-૨૦૨૫ ની તળતીય રાષ્‍ટ્રીય લોક-અદાલત તેમજ સ્‍પેશીયલ મેજીસ્‍ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.

કુલ ૭૩૧ કેસો કુલ મુકવામાં આવ્‍યા હતા. જેમાંથી કુલ ર્ં૨૭ર્૫ં કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્‍યો જેના કુલ ર્ં૭,૮૬,૭૭,૭૭૭/ રકમના હુકમો થયેલ.

આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો, જેમાં વીજ કંપનીના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, બેંક રીકવરી કેસો, વૈવાહિક તકરારો અંગે ના કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનુ પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કુલ ર્ં૨૪૪ર્૧ં કેસો મૂકવામાં આવ્‍યા હતા જેમાંથી કુલ ર્ં૧૭૩ર્૨ં કેસો માં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્‍યો જેની કુલ દાવા ની રકમ રૂ. ર્ં૯૦,૩૮,૬૬૩ર્/ં થઈ હતી જે કેસો ભવિષ્‍ય માં તકરાર ઉદ્દભવતા અટકાવી સુખદ સમાધાન લાવવામાં આવ્‍યું હતું.

તે ઉપરાંત ચીફ જસ્‍ટિસ હસ્‍તે શરૂ કરવામાં આવેલ ‘ઉજાસ - એક આશાની કિરણ ' પ્રિ લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્‍પુટ લોક અદાલત અંતર્ગત કુલ ૧૨૪ કેસો મુકવામાં આવ્‍યા હતા જેમાંથી કુલ ર્ં૬ર્૯ં કેસો ની સમાધાન ના માધ્‍યમ દ્વારા નિકાલ કરવામાં આવ્‍યો.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા જુદાપ્રજુદા સ્‍ટેક હોલડરો જેવા કે, વકીલશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, કલેકટર તથા રેવન્‍યુ ખાતાના અધિકારીશ્રીઓ, બેંક તથા ફાયનાન્‍સીયલ ઇન્‍સ્‍ટીટયુટના અધિકારીશ્રીઓ તથા સંસ્‍થાઓના હોદેદારો સાથે સદર લોક અદાલત તથા સ્‍પેશીયલ મેજીસ્‍ટ્રેયલ સીટીંગ ના સંદર્ભમાં જ્‍યુડીશ્‍યલ ઑફીસર સાથે રૂબરૂ તથા ઓનલાઈન પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવેલ, લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ કાઉન્‍સીલીંગ તથા પ્રિ-સિટિંગ યોજવામાં આવેલ પધ્‍ધતીસરના આયોજન થકી દેવભૂમિ દ્રારકા જિલ્લામાં યોજાયેલ રાષ્‍ટ્રીય લોકપ્રઅદાલત તથા સ્‍પેશીયલ મેજીસ્‍ટ્રેયીલ સીટીંગમાં કુલ ૧૭૪૭ કેસોનો સુખઃદ નીવેડો લાવવામાં આવેલ તથા કુલ ર્ં૭,૮૬,૭૭૭૭૭ર્/ં રકમના હુકમો  થયેલા હતા. જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, કલ્‍યાણપુર દ્રારા- ૩૬૦, તાલુકા કાનૂની સેવા સમિતિ, ઓખા દ્રારા- ૩૪૯, તાલુકા કાનૂની સેવા સમિતિ, ભાણવડ દ્રારાર્-ં૧૨ર્૪ં, તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્રારકા દ્રારા-૪૧૩ કેસો ફેસલ કરવામાં આવ્‍યા. આમ આ નેશનલ લોક અદાલત માં કુલ ૩૪૭૯ કેસો નો સમાધાનકારી નિકાલ કરવામાં આવેલ છે

(1:54 PM IST)