<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

જોડીયા નજીક અઢી લાખનો દારૂ કબ્‍જે

 

કચ્‍છથી ર૪૦૦ બોટલો ભરી આવેલ : જામનગરના બે શખ્‍સો ઝડપાયા

(સંજય ડાંગર-મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧પ : જોડીયા તાલુકાના તારાણાગામ પાસે આવેલ ટોલનાકા પાસેથી ઇંગ્‍લીશ દારૂ બોટલ નંગ-૨૪૦૦ ઝડપાઇ છે.

એલ.સી.બી. સ્‍ટાફના સુમિતભાઈ શિયાર, ભયપાલસિંહ જાડેજા તથા ભરતભાઈ ડાંગરને મળેલ હકિકત આધારે જામનગર કચ્‍છ હાઇવે રોડ ઉપર તારાણાગામ પાસે આવેલ ટોલનાકા પાસેથી આરોપીઓ (૧) મુસ્‍તાકભાઈ ખમુભાઇ સફીયા સંધી રહે. ધુવાવગામ મસ્‍જીદની બાજુમાં (૨) સુનીલભાઇ જયસુખભાઇ મકવાણા કોળી ઉવ.૩૪ ધંધો મજુરી રહે. હાપા, શીવશકિત સોસાયટી, જામનગર વાળાઓના કબ્‍જાની બ્રેઝા કાર નંબર જી.જે.૩૭ બી ૯૯૮૧ માંથી ઇગ્‍લીશ દારૂની નાની બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂ. ૨,૬૪,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા બ્રેઝા કાર કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૭,૭૪,૦૦૦/- નો મુદામાલ કબ્‍જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ પો. હેડ કોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. સબ ઇન્‍સ.  સી.એમ.કાંટેલીયા નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. સદરહુ દારૂ ભાગીદારમાં વેચાણ કરવા માટે મંગાવનાર આરોપીઓ સાહીલ મોદી રહે. જામનગર તથા સદામ ઉર્ફે મુનો સફીયા રહે. જામનગર વાળા તથા સદરહુ દારૂ કચ્‍છના કટારીયાગામ પાસેથી ભરી આપનાર અજાણયા માણસને પકડવાની કાર્યવાહી ચાલુમા છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોય, નિર્મળસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે

(1:55 PM IST)