<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટ.૧૩૮ મુજબના ત્રણ સજા વોરંટના બે આરોપીને પકડી પાડતી જામનગર સીટી સી ડીવી પોલીસ

ત્રણ સજા વોરંટના નાસ્તા ફરતા બે આરોપીને પકડી પાડી જેલ હવાલે કરેલ

જામનગર : પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વીભાગ અશોકકુમાર (IPS) તથા જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ.જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભીના સુચના કરતા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. વી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. રાજેશભાઇ ભીમજીભાઇ બથવાર તથા પો.હેડ.કોન્સ.હર્ષદભાઇ દલપતભાઇ પરમાર, પો.કોન્સ. હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમીયાન બાતમી આધારે નિચે મુજબના ત્રણ સજા વોરંટના નાસ્તા ફરતા બે આરોપીને પકડી પાડી જેલ હવાલે કરેલ
૫ માં એધી ચીફ જયુડી મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ(૧) ફો.કે.ન-૬૧૨૫/૨૦૨૩(૨)ફો.કે.નં-૬૧૪૦/૨૦૨૩જયેશભાઇ વાલજીભાઇ સંઘાડી રહે મહાવીર પાર્ક શેરી નં-૦૪ જામનગર२
૫ માં એધી ચીફ જયુડી મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ(૧) ફો.કે.ન-૪૮૫૫/૨૦૨૩ જયેશ શંકરલાલ ઉદીયન રહે.ક્રિષ્નાનગર શેરીન ૦-૦૨ જનતા સોસાયટી જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ.એન.બી.ડાભી સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર તથા સ્ટાફના એ.એસ.આઇ.સુખદેવસિંહ એમ.જાડેજા તથા રાજેશભાઇ બી બથવાર તથા, પો.હેડ કોન્સ. શીવભદ્રસિંહ એમ.જાડેજા, હર્ષદભાઇ ડી પરમાર, ખીમશીભાઈ જી.ડાંગર, તથા પો.કોન્સ. પ્રવિણભાઇ બી પરમાર, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, મયુરસિંહ જાડેજા,હોમદેવસિંહ પી જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(10:41 PM IST)